For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજીવ ગાંધીના INS વિરાટ પર પિકનિકનો મોદીનો દાવો ખોટો

પીએમ નરેન્દ્ર મોદી ઘ્વારા પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ આઈએનએસ વિરાટને પીકનીક માટે ઉપયોગ કર્યો હતો, તેવો દાવો કરવામાં આવ્યો હતો.

|
Google Oneindia Gujarati News

પીએમ નરેન્દ્ર મોદી ઘ્વારા પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ આઈએનએસ વિરાટને પીકનીક માટે ઉપયોગ કર્યો હતો, તેવો દાવો કરવામાં આવ્યો હતો. પીએમ મોદીના આ દાવાને પૂર્વ નૌસેનાના ચાર ઓફિસરો ઘ્વારા ખોટો ગણાવવામાં આવ્યો છે. નૈસેનાના પૂર્વ એડમિરલ એલ રામદાસ સહીત ચાર ઓફીસરોનું કહેવું છે કે નરેન્દ્ર મોદીની વાતમાં સચ્ચાઈ નથી. રાજીવ ગાંધી આઈએનએસ વિરાટથી રજા માણવા માટે નહીં ગયા હતા, પરંતુ તેઓ એક અધિકારીક મુલાકાતે ત્યાં ગયા હતા. તેમને પોતાના અંગત કામ માટે આઈએનએસ વિરાટ નો ઉપયોગ નથી કર્યો.

આ પણ વાંચો: રાહુલનો મોદી પર પલટવારઃ રાજીવ ગાંધી વિશે જે વાત કરવી હોય તે કરો પરંતુ...

શુ બોલ્યા પૂર્વ એડમિરલ

શુ બોલ્યા પૂર્વ એડમિરલ

પૂર્વ એડમિરલ એલ રામદામ, પૂર્વ એડમિરલ અરુણ પ્રકાશ અને આઈએનએસ વિરાટના તત્કાલીન કમાન્ડર ઓફિસર વિનોદ પસરીયાએ મોદીના દાવાને ખોટો ગણાવ્યો. એડમિરલ રામદાસે ગુરુવારે એક પ્રેસ રિલીઝ જાહેર કરી, જેમાં તેમને જણાવ્યું કે રાજીવ ગાંધીની લક્ષ્યદીપ યાત્રા અધિકારીક હતી, તે કોઈ પીકનીક ના હતી.
તેમને કહ્યું કે રાજીવ ગાંધી પત્ની સોનિયા ગાંધી સાથે ત્રિવેન્દ્રમથી લક્ષદ્વિપ જવા માટે આઈએનએસ વિરાટ પર સવાર થયા હતા. તેઓ ત્રિવેન્દ્રમમાં નેશનલ ગેમ પ્રાઈઝ ડિસ્ટ્રીબ્યુશનના ચીફ હતા. તેમને આઇલેન્ડ ડેવલોપમેન્ટ ઔરથોરિટી સાથે મિટિંગની અધ્યક્ષતા કરવા માટે લક્ષદ્વિપ જવાનું હતું.

હું પોતે આઈએનએસ વિરાટ પર હતો, કોઈ પાર્ટી નથી થઇ

હું પોતે આઈએનએસ વિરાટ પર હતો, કોઈ પાર્ટી નથી થઇ

પૂર્વ એડમિરલ રામદાસે કહ્યું કે સદન નેવલ કમાન્ડિંગ ચીફ હોવાને કારણે હું પણ આઈએનએસ વિરાટ પર હતો. ફ્લીટ અભ્યાસ માટે બીજા ચાર જહાજો પણ વિરાટ પર હતા. મેં રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી માટે ડિનરનું આયોજન કર્યું હતું, તેના સિવાય વિરાટ પર બીજી કોઈ પાર્ટી થઇ ના હતી. ત્યાં કોઈ વિદેશી વ્યક્તિ ના હતું. એડમિરલ રામદાસ ઘ્વારા જણાવવામાં આવ્યું કે રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી હેલીકૉપટર ઘ્વારા સ્થાનીય લોકોને મળવા માટે ગયા હતા. પરંતુ તેમની સાથે રાહુલ ગાંધી ના હતા.

રાજીવ ગાંધી માટે કંઈક આવું બોલ્યા હતા મોદી

રાજીવ ગાંધી માટે કંઈક આવું બોલ્યા હતા મોદી

પીએમ નરેન્દ્ર મોદીએ બુધવારે દિલ્હીના રામલીલા મેદાનમાં પોતાની ચૂંટણી સભાને સંબોધિત કરતા કહ્યું હતું કે કોંગ્રેસના નામદાર પરિવારે આઈએનએસ વિરાટનો વ્યક્તિગત ટેક્સી તરીકે ઉપયોગ કર્યો હતો. આ વાત ત્યારની છે, જયારે રાજીવ ગાંધી પ્રધાનમંત્રી હતા અને 10 દિવસની રજા ગાળવા માટે નીકળ્યા હતા. રાજીવ ગાંધીની રજા ઉજવવામાં તેમના સાસરીવાળા એટલે કે ઇટલીવાળા પણ હતા. વિદેશીઓને વોરશીપ પર લઇ જવું દેશની સુરક્ષા સાથે છેડછાડ હતું.

English summary
lok sabha elections 2019 vice admiral reject modi comment rajiv misuse ins virat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X