For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છઠ્ઠા તબક્કામાં સાંજે 6 વાગ્યે પશ્ચિમ બંગાળમાં 80.13 ટકા મતદાન

LS Elections Live: છઠ્ઠા તબક્કામાં આજે 7 રાજ્યોની 59 સીટ પર વોટિંગ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019 માટે રવિવારે 7 રાજ્યોની 59 સીટ પર મતદાન થનાર છે. બિહારની 8, હરિયાણાની 10, ઝારખંડની 4, મધ્ય પ્રદેશની 8, ઉત્તર પ્રદેશની 14, પશ્ચિમ બંગાળની 8 અને દિલ્હીની 7 સીટ પર વોટિંગ થનાર છે. બિાર, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં તમામ 7 તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. જ્યારે દિલ્હી અને હરિયાણામાં એક જ તબક્કામાં બધી સીટ પર મતદાન થઈ રહ્યું છે. ઝારખંડમાં 4 તબક્કામાં મતદાન થઈ રહ્યુ્ં છે. જ્યારે મધ્ય પ્રદેશમાં પણ કુલ 4 તબક્કામાં મતદાન થઈ રહ્યુ્ં છે. છઠ્ઠા તબક્કામાં સપા અધ્યક્ષ અખિલેશ યાદવ, કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી, નરેન્દ્ર સિંહ તોમર, કોંગ્રેસ મહાસચિવ જ્યોતિરાદિત્ય સિંધિયા અને કોંગ્રેસની વચ્ચે ત્રિકોણીય મુકાબલો છે.

lok sabha elections 2019

આ પણ વાંચો- લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં પાંચ પૂર્વ મુખ્યમંત્રીઓની કિસ્મતનો ફેસલો થશે

Newest First Oldest First
6:48 PM, 12 May

પશ્ચિમ બંગાળ

છઠ્ઠા તબક્કામાં સાંજે 6 વાગ્યે પશ્ચિમ બંગાળમાં 80.13 ટકા મતદાન
6:39 PM, 12 May

લોકસભા ચૂંટણી 2019

લોકસભા ચૂંટણી 2019 છઠ્ઠા તબક્કાના મતદાનમાં સાંજે 6 વાગ્યે 7 રાજ્યોની 59 સીટો પર 59.70 ટકા મતદાન
5:08 PM, 12 May

લોકસભા ચૂંટણી 2019

લોકસભા ચૂંટણી 2019 છઠ્ઠા તબક્કાના મતદાનમાં સાંજે 4 વાગ્યે પશ્ચિમ બંગાળમાં 70.51 ટકા, દિલ્હીમાં 45.24 ટકા, હરિયાણામાં 51.86 ટકા, ઉત્તરપ્રદેશમાં 43.26 ટકા, બિહારમાં 44.40 ટકા, ઝારખંડમાં 58.08 ટકા અને મધ્યપ્રદેશમાં 52.78 ટકા મતદાન
5:06 PM, 12 May

લોકસભા ચૂંટણી 2019

લોકસભા ચૂંટણી 2019 છઠ્ઠા તબક્કાના મતદાનમાં સાંજે 4 વાગ્યે 50.77 ટકા વોટિંગ
4:42 PM, 12 May

નવી દિલ્હી

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ પત્ની સાથે મતદાન કર્યું
4:24 PM, 12 May

લોકસભા ચૂંટણી 2019

લોકસભા ચૂંટણી 2019
લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાના મતદાન માં સ્વરા ભાસ્કરે વોટિંગ કર્યું
4:12 PM, 12 May

બપોરે ત્રણ વાગ્યા સુધીમાં દિલ્હીની 7 સીટો પર ફક્ત 41 ટકા મતદાન જયારે બંગાળમાં 68.21 ટકા મતદાન થયું
4:12 PM, 12 May

લોકસભા ચૂંટણી

બપોરે ત્રણ વાગ્યા સુધીમાં દિલ્હીની 7 સીટો પર ફક્ત 41 ટકા મતદાન જયારે બંગાળમાં 68.21 ટકા મતદાન થયું
3:21 PM, 12 May

નવી દિલ્હી

નવી દિલ્હીના મોટી બાગના એક પોલિંગ બૂથ પર મતદાન કરવા માટે લાઈન લાગી
2:41 PM, 12 May

દિલ્હીમાં બપોરે 1 વાગ્યા સુધીમાં 34.48 ટકા વોટિંગ
1:44 PM, 12 May

પશ્ચિમ બંગાળની 8 સીટો પર આજે વોટિંગ, પરંતુ મતદાન દરમિયાન સતત હિંસાની ખબરો આવી રહી છે.
1:31 PM, 12 May

પીએમ મોદી

અત્યારસુધીની વોટિંગમાં મહા મિલાવટનું સૂપડું સાફ: પીએમ મોદી
12:47 PM, 12 May

દિલ્હી

કેબિનેટ મંત્રી ડો. હર્ષવર્ધને કૃષ્ણા નગરથી મતદાન કર્યું
12:46 PM, 12 May

દિલ્હી

છઠ્ઠા તબક્કામાં સવારે 11 વાગ્યા સુધીમાં દિલ્હીમાં કુલ 20.37 ટકા મતદાન થયું
12:19 PM, 12 May

દિલ્હી

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મતદાન કર્યું. આ દરમિયાન તેમની સાથે તેમના પતિ રોબર્ટ વાડ્રા પણ હતા.
11:51 AM, 12 May

દિલ્હી

સોનિયા ગાંધીએ નિર્માણ ભવનના એક પોલિંગ બુથથી મતદાન કર્યું શીલા દીક્ષિત તેમની સાથે રહ્યા હતા
11:15 AM, 12 May

દિલ્હી

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સિવિલ લાઈન વિસ્તારમાં વોટ નાખ્યો
11:14 AM, 12 May

દિલ્હી

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ઔરંગઝેબ લેનની એનપી સિનિયર સેકેન્ડરી સ્કૂલમાં વોટ આપ્યો
10:45 AM, 12 May

નવી દિલ્હી

રાહુલ ગાંધીએ મતદાન કર્યું, કહ્યું મોદી નફરત ફેલાવે છે અમે પ્રેમનો ઉપયોગ કર્યો
10:28 AM, 12 May

નવી દિલ્હી

ભાજપા અધ્યક્ષ મનોજ તિવારીએ યમુના વિહાર પોલિંગ બૂથ નંબર 60 પર મતદાન કર્યું
10:27 AM, 12 May

નવી દિલ્હી

પૂર્વ દિલ્હીથી આમ આદમી પાર્ટી ઉમેદવાર આતિશીએ જંગપુરાના કમલા નહેરુ સરકારી સર્વોદય વિદ્યાલયના પોલિંગ બુથે મતદાન કર્યું
10:01 AM, 12 May

હરિયાણા

મુખ્યમંત્રી મનોહર ખટ્ટરે કરનાલ પોલિંગ બૂથથી મતદાન કર્યું
9:26 AM, 12 May

નવી દિલ્હી

દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ પાંડવ નગરના પોલિંગ બુથથી મતદાન કર્યું
9:10 AM, 12 May

નવી દિલ્હી

દિલ્હીની પૂર્વ મુખ્યમંત્રી અને દિલ્હી નોર્થ ઈસ્ટથી કોંગ્રેસ ઉમેદવાર શીલા દીક્ષિતે નિઝામુદ્દીન પોલિંગ બુથથી પોતાનો વોટ આપ્યો
8:46 AM, 12 May

નવી દિલ્હી

લોકસભા સીટથી ભાજપા ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધને મતદાન કર્યું અને લોકોને વધારે સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી
8:45 AM, 12 May

નવી દિલ્હી

ચાંદની ચૌક લોકસભા સીટના સિવિલ લાઈનમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલોમાં પોલિંગ બૂથ 124 માં છેલ્લા એક કલાકથી ઈવીએમ મશીન ખરાબ છે
8:41 AM, 12 May

ઉત્તરપ્રદેશ

ઘણી જગ્યાઓ પર મશીનો ખરાબ થવાની સૂચના, ઇસોલી વિધાનસભા બૂથ સંખ્યા 201 સરકોડ BOCO અને VVPAT બંને ખરાબ વિવિપેટ બદલવામાં આવ્યા
8:24 AM, 12 May

ઝારખંડ

ધનબાદમાં ફર્સ્ટ ટાઈમ વોટર રીતા કુમારીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો
8:23 AM, 12 May

નવી દિલ્હી

પૂર્વ દિલ્હી લોકસભા સીટથી ભાજપા ઉમેદવાર ગૌતમ ગંભીરે ઓલ્ડ રાજેન્દ્ર નગર પોલિંગ બૂથથી મતદાન કર્યું.
7:56 AM, 12 May

હરિયાણા

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ગુરુગ્રામના પાઈનક્રેસ્ટ સ્કૂલ સ્થિત પોલિંગ બૂથ જઈ મતદાન કર્યું.
READ MORE

English summary
Lok Sabha Elections 2019: voting held at 59 seat of 7 state, get live update.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X