For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં પાંચ પૂર્વ મુખ્યમંત્રીઓની કિસ્મતનો ફેસલો થશે

લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં પાંચ પૂર્વ મુખ્યમંત્રીઓની કિસ્મતનો ફેસલો થશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ છઠ્ઠા તબક્કાના મતદાન માટે ચૂંટણી પ્રચાર શુક્રવારે ખતમ થઈ ગયો છે. છઠ્ઠા તબકાકામાં 12મી મેના રોજ 59 સીટ પર વોટિંગ થશે. આ તબક્કામાં સાત રાજ્યોમાં મતદાન થશે. આ તબક્કામાં કેટલીય એી સીટ પર મતદાન થશે, જે દેશભરમાં ચર્ચિત રહી છે. કેટલાય મોટા ચેહરાની કિસ્મતનો આ તબક્કામાં ફેસલો થશે. આ તબક્કામાં યૂપીની 14 સીટ, દિલ્હી અને હરિયાણાની તમામ સીટ, મધ્ય પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળની 8-8 સીટ અને ઝારખંડની ચાર સીટ પર વોટિંગ થશે.

હુડ્ડા-શીલા સહિત પૂર્વ સીએમની કિસ્મતનો ફેસલો

હુડ્ડા-શીલા સહિત પૂર્વ સીએમની કિસ્મતનો ફેસલો

છઠ્ઠા તબક્કામાં પાંચ પૂર્વ સીએમ પણ ચૂંટણી લડી રહ્યા છે. આઝમગઢથી ઉતતર પ્રદેશના પૂર્વ સીએમ અખિલેશ યાદવ ચૂંટણી લડી રહ્યા છે, ભાજપે તેમની સામે ભોજપુરી ફિલ્મોના મશહૂર ચેહરા દિનેશ લાલ યાદવ ઉર્ફે નિરહુઆને ઉતાર્યા છે. ઉત્તર પ્રદેશના એક દિવસના સીએમ રહેલ જગદંબિકા પાલ ડુમરિયાગંજથી ભાજપની ટિકિટ પર મેદાનમાં છે. તેઓ સતત ત્રીજીવાર જીત તલાશી રહ્યા છે. તેમની સામે ગઠબંધનથી આફતાબ આલમ ઉભા છે. મધ્ય પ્રદેશના પૂર્વ સીએમ દિગ્વિજય સિંહ ભોપાલ સીટથી કોંગ્રેસના ઉમેદવાર છે. તેમની સામે ભાજપે બોમ્બ બ્લાસ્ટના આરોપી પ્રજ્ઞા ઠાકુરને ઉતાર્યા છે. હરિયાણામાં સોનીપત સીટ પર પૂર્વ સીએમ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા કોંગ્રેસના ઉમેદવાર છે. તેમની સામે દિગ્વિજય સિંહ ચૌટાલા ઉભા છે. જ્યારે ત્રણવાર દિલ્હીના સીએમ રહી ચૂકેલ શીલા દીક્ષિત દિલ્હીની ઉત્તર પૂર્વી સીટથી લડી રહ્યા છે. શીલા દીક્ષિતની સામે દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારી લડી રહ્યા છે.

ઉત્તર પ્રદેશમાં આ સીટ પર નજર

ઉત્તર પ્રદેશમાં આ સીટ પર નજર

ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવ ઉપરાંત અલ્હાબાદથી રાજ્ય સરકારમાં મંત્રી રીટા બહુગુણા જોશી ચૂંટણી મેદાનમાં છે. સુલ્તાનપુરથી કેન્દ્રમાં મંત્રી મેનકા ગાંધી ઉમેદવાર છે, તેમની સામે કોંગ્રેસથી સંજય સિંહ મેદાનમાં છે.

હરિયાણામાં હુડ્ડા, ચૌટાલા પરિવારની પ્રતિષ્ઠા

હરિયાણામાં હુડ્ડા, ચૌટાલા પરિવારની પ્રતિષ્ઠા

હરિયાણામાં ભૂપેન્દ્ર હુડ્ડા અને દીપેન્દ્ર હુડ્ડા સિવાય કેન્દ્રીય મંત્રી કૃષ્ણપાલ ગુર્જર અને રાવ ઈન્દ્રજીતની રાજકીય કિસ્મનો વોટર્સ ફેસલો કરશે. હરિયાણામાં સનીપત સીટ પર પૂર્વ સીએમ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને દિગ્વિજય ચૌટાલાનો મુકાબલો છે. દીપેન્દ્ર સિંહ હુડ્ડા રોહતકથી અને દુષ્યં ચૌટાલા હિસારથી ચૂંટણી મેદાનમાં છે. ભાજપથી કોંગ્રેસમા આવેલ અવતાર સિંહ ભડાના ફરીદાબાદથી કોંગ્રેસ ઉમેદવાર છે, જ્યાં તેમની સામે કેન્દ્રીય મંત્રી કૃષ્ણપાલ ગુર્જર છે.

દિલ્હીમાં કેટલાય સેલેબ્રિટી ચૂંટણીમાં

દિલ્હીમાં કેટલાય સેલેબ્રિટી ચૂંટણીમાં

દિલ્હીમાં પૂર્વ સીએમ શીલા દીક્ષિતની સામે ઉત્તર પૂર્વી દિલ્હી સીટ પર મનોજ તિવારી છે. ચાંદની ચોકથી ભાજપના ડૉ. હર્ષવર્ધન ચૂંટણી મેદાનમાં છે. તેમના મુકાબલા માટે કોંગ્રેસે જય પ્રકાશ અગ્રવાલ અને આમ આદમી પાર્ટીના પંકજ ગુપ્તાને ઉતાર્યા છે. પૂર્વી દિલ્હીથી ભાજપે ક્રિકેટર રહી ચૂકેલ ગૌતમ ગંભીરને ઉતાર્યા છે. અહીંથી કોંગ્રેસે પૂર્વી મંત્રી અરવિંદર સિંહ લવલી અને આપથી અતિશી ચૂંટણીમાં છે. દક્ષિણી દિલ્હીથી બૉક્સર વિજયેન્દ્ર સિંહ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. ભાજપે અહીંથી વર્તમાન સાસદ રમેશ બિઘૂડી અને આમ આદમી પાર્ટીના યુવા નેતા રાઘવ ચઢ્ઢાને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. ઉત્તર-પશ્ચિમી દિલ્હીથી ભાજપની ટિકિટ પર ગાયક હંસરાજ હંસ ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે કોંગ્રેસે રાજેશ લિલોથિયાને અને આમ આદમી પાર્ટીએ ગગન સિંહ રંગાને ઉતાર્યા છે.

મધ્ય પ્રદેશમાં સિંધિયા, દિગ્વિજયની સીટ પર ચૂંટણી

મધ્ય પ્રદેશમાં સિંધિયા, દિગ્વિજયની સીટ પર ચૂંટણી

મધ્ય પ્રદેશના કોંગ્રેસા બે મોટા નેતાઓની કિસ્મત આ તબક્કામાં ઈવીએમમાં કેદ થશે. ભોપાલથી દિગ્વિજય અને ગુનાથી જ્યોતિરાદિત્ય સિંધિયા લડી રહ્યા છે. સિંધિયા દુનાથી હાલના સાંસદ છે. ગ્વાલિયર-ચંબલ ક્ષેત્રની ચર્ચિત સીટ મુરૈનાથી કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર ચૂંટણી લડી રહ્યા છે. તોમરે પાછલી ચૂંટણી ગ્વાલિયરથી જીતી હતી. અહીં તોમરનો મુકાબલો કંગ્રેસના રામ નિવાસ રાવતથી છે.

બિહારમાં રઘુવંશ પ્રસાદ વૈશાલીથી મેદાનમાં

બિહારમાં રઘુવંશ પ્રસાદ વૈશાલીથી મેદાનમાં

બિહારની પૂર્વી ચંપારણ સીટથી કેન્દ્રમાં મંત્રી રાધામોહન સિંહ ભાજપથી ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અખિલેશ સિંહના દીકરા આકાશ સિંહ છે. વૈશાલી સીટથી રાજદના રઘુવંશ પ્રસાદ સિંહ શિવહરથી ભાજપની રમા દેવી ચૂંટણી લડી રહ્યા છે.

પશ્ચિમ બંગાળ અને ઝારખંડ

પશ્ચિમ બંગાળ અને ઝારખંડ

કોંગ્રેસમાં સામેલ થયેલ કીર્તિ આઝાદને પાર્ટીએ ઝારખંડની ધનબાદ સીટથી ઉમેદવાર બનાવ્યા છે. કીર્તિ આઝાદે જેટલી પર ભ્રષ્ટાચારના આરોપ લગાવી ભાજપ છોડી મૂક્યું હતું. પશ્ચિમ બંગાળની જે આઠ સીટ પર ચૂંટણી છે, તે તમામ 2014માં ટીએમસીએ જીતી હતી.

23મી મેના રોજ પીએમ મોદીની ગુજરાત વાપસી નક્કીઃ કમલનાથ 23મી મેના રોજ પીએમ મોદીની ગુજરાત વાપસી નક્કીઃ કમલનાથ

English summary
Lok Sabha Elections 2019 6th phase key constituency and candidates
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X