For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોણ છે આ બાબા, અખિલેશ સાથે જેઓ જઈ રહ્યા છે રેલીઓમાં?

કોણ છે આ બાબા, અખિલેશ સાથે જેઓ જઈ રહ્યા છે રેલીઓમાં?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ યૂપીની 80 લોકસભા સીટ માટે ચાલુ રાજકીય જંગે અડધો તબક્કો પૂર્ણ કરી લીધો છે. ચાર તબક્કામાં ચૂંટણી બાદ હવે સોમવારે પાંચમા તબક્કા અંતર્ગત યૂપીની 14 લોકસભા સીટ પર મતદાન થશે. યૂપીમાં ભાજપનો વિજય રથ રોકવા માટે સપા પ્રમુખ અખિલેશ યાદવ અને બસપા સુપ્રીમો માયાવતી પોતાની રેલીઓમાં પીએમ મોદી પર સતત તેજ હુમલા બોલી રહ્યા છે. શુક્રવારે અખિલેશ યાદવે યૂપીની બારાબંકીમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન રેલીમાં આવેલ લોકો એ સમયે દંગ રહી ગયા, જ્યારે તેમણે મંચ પર ભગવા કપડાં પહેરેલ એક શખ્સને જોયો. આ શખ્સ પોતાની શકલથી બિલકુલ યૂપીના સીએમ ોગી આદિત્યનાથ જેવો જ દેખાઈ રહ્યો હતો.

તેઓ ગોરખપુર જઈ રહ્યા હતા, અમે તેમને સાથે લઈ ગયા

તેઓ ગોરખપુર જઈ રહ્યા હતા, અમે તેમને સાથે લઈ ગયા

શુક્રવારે યૂપીના બારાંબકીમાં સપા પ્રમુખ અખિલેશ યાદવની ચૂંટણી રેલી હતી. આ દરમિયાન મંચ પર એક એવો શખ્સ જોવા મળ્યો, જે બિલકુલ યૂપીના સીએમ યોગી આદિત્યનાથ જેવો જ દેખાતો હતો. આ શખ્સે ભગવા કપડાં પહેર્યાં હતાં. રેલીમાં આવેલ લોકોએ મંચ પર આ શખ્સને જોતાં જ તેઓ દંગ રહી ગયા જે બાદ અખિલેશ યાદવે પોતાના ભાષમાં આ શખ્સનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, આ બાબા ગુરખપુર જઈ રહ્યા હતા પરંતુ અમે તેમને અમારી સાભા બારાબંકી લઈ આવ્યા. હવે અમને આમનું પણ સમર્થન મળી ગયું છે, બજું તમારે શું જોઈએ.

અમે નકલી ભગવાન ન લાવી શકીએ

અમે નકલી ભગવાન ન લાવી શકીએ

અગાઉ અખિલેશ યાદવે પોતાના ટ્વિટર હેન્ડલ પર આ બાબાની સાથે જ બે તસવીરો શેર કરતા લખ્યું હતું કે, 'અમે નકલી ભગવાન ન લાવી શકીએ, પણ એક બાબાજીને લાવ્યા છીએ. તેઓ અમારી સાથે ગોરખપુર ચોડી પ્રદેશમાં બધાને સરકારની સચ્ચાઈ બતાવી રહ્યા છે.' જણાવી દઈએ કે સોમવારે લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા અંતર્ગત યૂપીની 14 લોકસભા સીટ પર વોટિંગ થયું. જે સીટો પર સોમવારે મતદાન થશે, તેમાં ફિરોઝાબાદ, ધૌરહરા, સીતાપુર, મોહનલાલગંઝ, લખનઉ, રાયબરેલી, અમેઠી, બાંદા, ફતેહપુર, કૌશાંબી, બારાબંકી, બહરાઈચ, કૈસરગંઝ અને ગોંડા લોકસભા સીટ સામેલ છે. ચાર તબક્કાની ચૂંટણી અંતર્ગત અત્યાર સુધી યૂપીની 39 સીટ પર મતદાન થઈ ચૂક્યું છે, જ્યારે 41 સીટ પર મતદાન થવાનું હજુ બાકી છે.

યોગી સરકાર પર પ્રહાર કર્યા

યોગી સરકાર પર પ્રહાર કર્યા

અખિલેશ યાદવે બારાબંકીની રેલીમાં ઉત્તર પ્રદેશની સરકાર પર હુમલો બોલતા કહ્યું કે ભાજપીઓ કોને ઉતારી રહ્યા છે, રસ્તા પર જોયા ક્યારેય? ખુંટિયા આવી રહ્યા છે રસ્તા પર આવી તો છે ભાજપની સરકાર. સાંઢ કોઈ માણસને મારી દે તો આપણી યૂપી પોલીસ કેના પર એફઆઈઆર નોંધે. જો કોઈ સાંઢ કોઈને મારે તો સીએમ પર ફરિયાદ થવી જોઈએ. અગાઉ વારાણસીમાં સપા ઉમેદવાર તેજ બહાદુર યાદવનું નામાંકન રદ થતાં પણ અખિલેશ યાદવે ભાજપ ર પ્રહાર કર્યો હતો. અખિલેશે ટ્વીટ કરતાં કહ્યું હતું કે 'પ્રધાનજી સાચા રાજ ધર્મ નિભાવનાર સાચા ચોકીદાર સામે હારની આશંકાથી ડરી ગયા છે કે શું? કોઈ કાયદો જવાનને ચૂંટણી લડતાં ન રોકી શકે. આખા દેશમાં બુદ્ધિજીવીથી લઈ શ્રમજીવી સુધી બધા લોકતંત્રની હત્યાનું આ ષડયંત્ર જોઈ રહ્યા છે અને આ તાકાતોના પતન માટે વોટિંગ કરી રહ્યા છે.'

અડધી લોકસભા ચૂંટણી થઈ ચૂકી છે અને પીએમ મોદી ચૂંટણી હારી રહ્યા છેઃ રાહુલ ગાંધી અડધી લોકસભા ચૂંટણી થઈ ચૂકી છે અને પીએમ મોદી ચૂંટણી હારી રહ્યા છેઃ રાહુલ ગાંધી

English summary
Lok Sabha Elections 2019: Who Is This Baba With Akhilesh Yadav.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X