લોકસભાની ચૂંટણી 2024: 16 એપ્રિલે ઉમેદવારી નોંધાવશે પરષોત્તમ રૂપાલા
Lok Sabha Elections 2024: ભારતીય જનતા પાર્ટી (BJP) ની ટિકિટ પર રાજકોટ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા કેન્દ્રીય મંત્રી પરષોતમ રૂપાલા 16 એપ્રિલના રોજ ઉમેદવારી પત્ર ભરશે.
રાજકોટ શહેર ભાજપ અગ્રણી રાજુ ધ્રુવે આ વાતને સમર્થન આપ્યું હતું. મોટી જાહેર સભા બાદ પરષોત્તમ રૂપાલા રાજકોટના બહુમાળી ભવનમાં ઉમેદવારી નોંધાવશે. પરષોત્તમ રૂપાલાના નામાંકન પત્રક પહેલા ભાજપ વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરશે.
ગુજરાતમાં ત્રીજા તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાશે, અને ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ છે. 7 મેના રોજ મતદાન થશે. 12 એપ્રિલના રોજ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. જે બાદ ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરવાનું શરૂ કરશે.

ઉલ્લેખનીય છે કે, એક જાહેર સભામાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ ઉમેદવારી પત્રક સરઘસ દરમિયાન સમર્થકોને પાઘડી પહેરવાની વિનંતી કરી હતી. પરષોત્તમ રૂપાલા 22 માર્ચના રોજ ક્ષત્રિય સમાજ વિશે કરેલી વિવાદાસ્પદ ટીપ્પણી બાદ વિવાદના ઘેરામાં છે.
રાજકોટમાંથી ઉમેદવારી પાછી ખેંચવાની માંગ સાથે ક્ષત્રિય સમાજ દ્વારા સમગ્ર રાજ્યમાં પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
પરષોત્તમ રૂપાલાએ તેમની ટિપ્પણી માટે બે વખત માફી માંગ્યા પછી પણ વિરોધ શમ્યો નથી. કોંગ્રેસે હજુ સુધી આ બેઠક માટે પોતાના ઉમેદવાર જાહેર કર્યા નથી.












Click it and Unblock the Notifications
