Lok Sabha Elections, One Nation One Election : અનુરાગ ઠાકુરે વિપક્ષના દાવાનું કર્યું ખંડન, કર્યો આ ખુલાસો
Lok Sabha Elections, One Nation One Election : લોકસભા ચૂંટણી 2024 માટે વિપક્ષી દળોનું ગઠબંધન એક થઇ ગયું છે. તાજેતરમાં તેમણે દાવો કર્યો હતો કે, મોદી સરકાર નક્કી કરવામાં આવેલા સમય પહેલા સામાન્ય ચૂંટણી કરાવી શકે છે. જોકે, હવે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે તેના આ દાવાનું ખંડન કર્યું છે.
અનુરાગ ઠાકુરના જણાવ્યા અનુસાર, વહેલી ચૂંટણીને લઈને મીડિયા રિપોર્ટ્સમાં જે પણ કહેવામાં આવી રહ્યું છે, તે યોગ્ય નથી. સરકારની સામાન્ય ચૂંટણી વહેલી યોજવાની કોઈ યોજના નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના કાર્યકાળના અંતિમ દિવસ સુધી ભારતના નાગરિકોની સેવા કરવા ઈચ્છે છે.

વાસ્તવમાં કેન્દ્રીય મંત્રી એક ટીવી ઈન્ટરવ્યુમાં દેખાયા હતા. આ સાથે જ તેમને વહેલી Lok Sabha Elections યોજવા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.
આ અંગે તેમણે જણાવ્યું હતું કે, સરકારની આગામી વિધાનસભાની ચૂંટણીમાં વિલંબ કરવાની કોઈ યોજના નથી. કેટલાક લોકો એવો દાવો કરી રહ્યા છે કે, વિધાનસભાની ચૂંટણી સામાન્ય ચૂંટણીની સાથે જ યોજાશે, તે પણ ખોટી છે. આ માત્ર મીડિયાની અટકળો છે.
બીજી તરફ વન નેશન-વન ઈલેક્શન પર તેમણે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી છે. તેને અંતિમ સ્વરૂપ આપતા પહેલા દરેક હિતધારકની સલાહ લેવામાં આવશે. આ સિવાય સરકાર અધીર રંજન ચૌધરીને વન નેશન-વન ઈલેક્શન કમિટિનો હિસ્સો બનાવવા ઈચ્છે છે, કારણ કે વિપક્ષના અવાજનો સમાવેશ મોદી સરકારનું મોટું દિલ દર્શાવે છે.
સંસદના વિશેષ સત્ર પર શું કહ્યું? - મોદી સરકારે 18 સપ્ટેમ્બરથી સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. આના પર અનુરાગ ઠાકુરે સરકારનો એજન્ડા જાહેર ન કર્યો, માત્ર એટલું જ જણાવ્યું હતું કે, આ સત્ર માટે કોઈ ખાસ યોજના છે. વિશેષ સત્રનો એજન્ડા સંસદીય બાબતોના મંત્રી દ્વારા યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે.
વિપક્ષનો સરકાર પર આરોપ - વિપક્ષી પાર્ટીઓ One Nation One Election નો વિરોધ કરી રહી છે. તેમનો દાવો છે કે, મોદી સરકાર સત્તામાં રહેવા માટે આ પગલાં લઈ રહી છે. જોકે, સરકારે આ દાવાને ફગાવી દીધો હતો. આ સાથે જ જણાવ્યું હતું કે, આ નિર્ણય માત્ર અને માત્ર દેશના હિતમાં લેવામાં આવી રહ્યો છે.
વડાપ્રધાન મોદી દેશમાં એક સાથે ચૂંટણીના મોટા સમર્થક છે અને દેશમાં એક સાથે ચૂંટણીને લઈને જાહેર મંચો પર ઘણી વખત પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી ચૂક્યા છે. વર્ષ 2014ની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીના મેનિફેસ્ટોમાં પણ આ મુદ્દો સામેલ હતો.












Click it and Unblock the Notifications
