લોકસભા ચૂંટણી 2014: બિહારમાં કોંગ્રેસ, આરજેડી તથા એનસીપી વચ્ચે ગઠબંધન

Posted By:
Subscribe to Oneindia News

પટણા, 6 માર્ચ: લાંબી ખેંચતાણ અને આરજેડી સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવ દ્વારા વધુ એક સીટ કોંગ્રેસના આપ્યા બાદ આરજેડી, કોંગ્રેસ અને એનસીપી વચ્ચે લોકસભામાં સાંપ્રદાયિક ગઠબંધન બનાવવાને લઇને બુધવારે સામાન્ય સહમતિ બની ગઇ છે.

પટણા સ્થિત પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીના આવાસ પર આજે આયોજિત સંયુક્ત સંવાદદાતા સંમેલન દરમિયાન એનસીપીના પ્રદેશ પ્રવક્તા અનિલ કુમાર ઝાની ઉપસ્થિતીમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અશોક ચૌધરીના સાંપ્રદાયિક શક્તિઓને જડબાતોડ જવાબ આપવા માટે પોતાની પાર્ટીને બિહારમાં આરજેડી અને એનસીપીની સાથે મળીને 2014ની લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કર્યા બાદ આરજેડી સુપ્રીમો લાલૂ પ્રસાદે જણાવ્યું હતું કે કોંગ્રેસ 12 અને એનસીપી એક સીટ પર તથા આરજેડી બાકીની 27 સીટો પર ચૂંટણી લડશે.

લાલૂ પ્રસાદ યાદવે જણાવ્યું હતું કે પરસ્પર તાલમેળ હેઠળ કોંગ્રેસ જે 12 સીટો પર ચૂંટણી લડશે. તેમાં સાસારામ (સુરક્ષિત), કિશનગંજ, ઔરગાબાદ, સુપૌલ, હાજીપુર (સુરક્ષિત), પૂર્ણિયા, પટના સાહિબ, નાલંદા, સમસ્તીપુર (સુરક્ષિત), વાલ્મિકીનગર, ગોપાલગંજ (સુરક્ષિત), મુજફ્ફરપુર તથા એક સીટ કટિહાર પર એનસીપી ચૂંટણી લડશે તથા બાકીની 27 સીટો પર આરજેડી પોતાના ઉમેદવાર ઉભા રાખશે. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ અને એનસીપીની સાથે તાલમેળ હેઠળ આરજેડી જે 27 સીટો પર ચૂંટણી લડશે તેમાં પશ્વિમ ચંપારણ, પૂર્વી ચંપારણ, શિવહર, સીતામઢી, મધુબની, ઝંઝારપુર, અરરિયા, મધેપુર, દરભંગા, વૈશાલી, સીવાલ, મહારાજજંગ, સારણ, ઉજ્જિયારપુર, બેગૂસરાય, ખડગિયા, ભાગલપુર, બાંકા, મૂંગેર, પાટલીપુત્ર, આરા, બક્સર, કારાકટ, જહાનાબાદ, ગયા (સુરક્ષિત) નવાદા તથા જમુઇ (સુરક્ષિત)નો સમાવેશ છે.

sonia-lalu

કોંગ્રેસ, આરજેડી અને એનસીપી વચ્ચે ગઠબંધનની આ જાહેરાત કોંગ્રેસ અને આરજેડી વચ્ચે ગઠબંધન તથા સીટોની વહેચણીને લઇને લાંબી ખેંતચાણ તથા તેમના એક અન્ય સહયોગી પૂર્વ કેન્દ્રિય મંત્રી રામવિલાસ પાસવાનની પાર્ટી લોજપાનું એનડીએમાં જોડાવવું તથા લોકસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ અંતિમરૂપ આપવામાં આવ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે ગત લોકસભાની ચૂંટણીમાં આરજેડી અને લોજપાએ બિહારમાં સાથે મળીને ચૂંટણી લડી હતી જ્યારે કોંગ્રેસે પોતાના જોરે ચૂંટણી લડી હતી. લાલૂ પ્રસાદ યાદવે ગઠબંધન માટે તથા સાંપ્રદાયિક તાકાતોને રોકવા માટે એકજુટ થઇને ચૂંટણી લડવા માટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પાર્ટીના બધા અન્ય રાષ્ટ્રીય નેતાઓ પ્રતિ આભાર વ્યક્ત કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે આજે દેશ પર સૌથી મોટો ખતરો સાંપ્રદાયિકતાનો છે અને સાંપ્રદાયિક તાકતો એકતા તથા અંખડતાને નેસ્તનાબૂદ તથા દેશના ભાગલા પાડવા માંગે છે. એટલા માટે તે બધા ધર્મનિરપેક્ષ પક્ષોથી દેશને બચાવવા માટે એકજુટ થવાની અપીલ કરતા રહ્યાં છે.

English summary
The alliance for 40 seats in Bihar for the upcoming General Elections was finally announced on Wednesday between the Congress, RJD and NCP.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.