Lok Sabha : રાહુલ ગાંધી લોકસભામાં નેતા વિપક્ષ બનશે, કોંગ્રેસની બેઠકમાં નિર્ણય લેવાયો
લોકસભામાં હંગામા વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસની બેઠકમાં નેતા વિપક્ષને લઈને મોટો નિર્ણય લેવાયો છે.
સમાચારો અનુસાર, કોંગ્રેસે લોકસભામાં નેતા વિપક્ષના નામ પર અંતિમ મહોર મારી દીધી છે. કોંગ્રેસે રાહુલ ગાંધીને નેતા વિપક્ષ બનાવવાનો નિર્ણય કર્યો છે.

કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે, રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા હશે. કોંગ્રેસની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સીપીપી અધ્યક્ષે પ્રોટેમ સ્પીકરને પત્ર લખીને જાણકારી આપી છે કે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી હશે.
જણાવી દઈએ કે, સરકાર બન્યા બાદ સતત કોંગ્રેસના કાર્યકર્તાઓ માંગણી કરી રહ્યાં હતા કે રાહુલ ગાંધી સંસદમાં નેતા વિપક્ષ બને. આ સિવાય ઘણા મોટા નેતાઓએ પણ રાહુલ ગાંધીના નામ પર સહમતિ દર્શાવી હતી.












Click it and Unblock the Notifications
