મધ્ય પ્રદેશના એક ક્લાર્ક પાસે બે કરોડથી વધુ સંપત્તિ, પાડી રેડ

ઇન્દોરના લોકાયુક્તના નિર્દેશનમાં ચાલી રહેલી કાર્યવાહી પહેલાં જ લોકાયુક્ત સુધી આ વાતની ફરિયાદ પહોંચી ગઇ હતી કે ક્લાર્ક બાબૂલાલ પટેલના ઘરે કરોડોની સંપત્તિ છે. ત્યારબાદ લોકાયુક્તે પોતાના કાફલા સાથે કાર્યવાહીને અંજામ આપ્યું. આ રેડ મંગળવારે પાડવામાં આવી હતી. જાણકારી અનુસાર ખરગોન તથા ઇન્દોરમાં ઘણા મકાનો તથા દુકાનોની પણ ખબર પડી છે.
હવે શું થશે
રેડની કાર્યવાહી થયા બાદ લોકાયુક્તની તરફથી પ્રકરણ તૈયાર કરવામાં આવશે. જેમાં કરોડ રૂપિયાની સંપત્તિ ક્યાંથી આવી તે વિશે પણ પૂછવામાં આવી શકે છે. આ ઉપરાંત કેસ કોર્ટ-કચેરીના ચક્કર કપાવવામાં આવશે. ત્યારબાદ નિર્ણય સંભવત: ભ્રષ્ટાચારનો બની શકે છે. અને ભ્રષ્ટાચારનો દોષી ગણવામાં આવી શકે છે.
ભ્રષ્ટાચાર ચરમસીમા પર
ફક્ત એક ક્લાર્કની પાસે ક્ષમતાથી વધુ સંપત્તિ મળતાં આ અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે મધ્ય પ્રદેશમાં સરકારી વિભાગોમાં ભ્રષ્ટાચાર ચરમ સીમા પર છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં બે હજાર કરોડ રૂપિયાના વ્યાપમ ગોટાળાએ મધ્ય પ્રદેશના સામાન્ય માણસને હતાશ કરી દિધો હતો.












Click it and Unblock the Notifications
