For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Loniti-CSDS Opinion Poll: બિહારમાં ફરી NDAની સરકાર બનશે, મહાગઠબંધનનના થશે ખરાબ હાલ

Loniti-CSDS Opinion Poll: બિહારમાં ફરી NDAની સરકાર બનશે, મહાગઠબંધનનના થશે ખરાબ હાલ

|
Google Oneindia Gujarati News

પટનાઃ બિહારમાં થનાર વિધાનસભા ચૂંટણીમાં હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે. શું બિહારમાં ફરી એનડીએની વાપસી થશે કે લાલૂના લાલ કરશે કમાલ? જેને લઈ ઓપિનિયલ પોલ લોકો વચ્ચે આવી રહ્યો છે. લોકનીતિ અને સીએસડીએસે સર્વે કરી બિહારની જનતાનો મૂડ જાણ્યો છે. ત્યારે આવો આ સર્વેના માધ્યમથી બિહારની રાજકીય સ્થિતિ વિશે જાણીએ...

bihar assembly elections 2020

સર્વેમાં જે વાત સામે આવી છે તે મુજબ નીતિશ કુમાર મુખ્યમંત્રી તરીકે પહેલી પસંદ છે. 31 ટકા લોકોએ તેમને પસંદ કર્યા છે. જ્યારે આરજેડીના નેતા તેજસ્વી યાદવને 27 ટકા લોકોએ પસંદ કર્યા છે અને સીએમ પદ માટે તેઓ બીજા નંબર પર છે. જ્યારે એલજેપી ચીફ ચિરાગ પાસવાન માત્ર 5 ટકા સાથે ત્રીજા અને ભાજપી નેતા સુશીલ મોદી 4 ટકા લોકોની પસંદ સાથે ચોથા નંબર પર છે. આ ઓપિનિયન પોલમાં 37 વિધાનસભા સીટના 148 બૂથ પર સર્વે કરવામાં આવ્યો.

10 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર વચ્ચે લોકનીતિ-સીએસડીએસએ 3731 લોકો સાથે વાત કરી. જેમાં 60 ટકા પુરુષ અને 40 ટકા મહિલાઓ સામેલ હતી.

બિહાર વિધાનસભા ચૂંટણી માટે મહાગઠબંધને જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરોબિહાર વિધાનસભા ચૂંટણી માટે મહાગઠબંધને જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો

સર્વેમાં લોકોએ જણાવ્યું કે બિહારમાં ચૂંટણી મુદ્દો દર વખતેની જેમ આ વખતે વિકાસ જ રહેશો. જો કે લોકોને બેરોજગારી, મોંઘવારી, શિક્ષા અને ગરીબીનો વિકલ્પ પણ આપવામાં આવ્યો. 29 ટકા લોકોએ માન્યું કે વિકાસના મુદ્દે ચૂંટણી લડાવવી જોઈએ. જ્યારે 20 ટકા લોકોએ બેરોજગારી, 11 ટકા લોકોએ મોંઘવારી, 6 ટકા લોકોએ ગરીબી અને 7 ટકા લોકોએ શિક્ષણના મુદ્દાને ચૂંટણઈલક્ષી મુદ્દા માન્યા.

એનડીએને સ્પષ્ટ બહુમત

લોકનીતિ-સીએસડીએસ સર્વેમાં બિહારમાં એનડીએ સ્પષ્ટ બહુમત સરકાર બનાવતી જોવા મળી રહી છે. અનુમાન છે કે એનડીએને 133-143 સીટ મળશે. જ્યારે મહાગઠબંધનને 88-98 સીટ, એલજેપીને 2-6 સીટ અને અન્યોને 6-10 સીટ મળવાનું અનુમાન છે.

English summary
Lokniti-CSDS Opinion Poll: Again NDA will form the government in Bihar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X