LokSabha Election : દિલ્હીમા AAP-Congress વચ્ચે સીટ શેરિંગને લઈને ડીલ, જાણો કોણ ક્યાંથી લડશે?
ઈન્ડિયા એલાયન્સમાં ભારે વિવાદો વચ્ચે દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સીટ શેરિંગને લઈને સમાધાન થયુ હોવાના અહેવાલ આવી રહ્યા છે.
લોકસભા ચૂંટણીમાં NDA સામે ઘણા વિપક્ષી દળો એકસાથે આવ્યા છે. આ સ્થિતિમાં વિપક્ષી એકતા દ્વારા રચાયેલ ઈન્ડિયા ગઠબંધન હવે સીટ શેરિંગ ફોર્મ્યુલા પર કામ કરી રહ્યું છે. આ અંતર્ગત ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી સાથેની વાતચીત વચ્ચે દિલ્હીને લઈને પણ ચર્ચા ચાલી રહી છે.

ANI અનુસાર, દિલ્હી લોકસભા ચૂંટણી માટે સીટ શેરિંગ પર AAP અને કોંગ્રેસ વચ્ચે વાતચીત ટ્રેક પર છે. AAP અને કોંગ્રેસ દિલ્હી માટે 4-3 ફોર્મ્યુલા પર કામ કરી રહ્યા છે. દિલ્હીની કુલ 7 લોકસભા સીટોમાંથી AAP 4 અને કોંગ્રેસ 3 સીટો પર ચૂંટણી લડી શકે છે.
દિલ્હીની 7 લોકસભા બેઠકો પર ચૂંટણી લડવા ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ બંને પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણી પર ચર્ચા ઘણા અઠવાડિયાથી ચાલી રહી છે. દિલ્હી સીટ વહેંચણી અંગે ચર્ચા કરવા અનેક રાઉન્ડની વાતચીત થઈ છે.
AAPના સંયોજક અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સાથે પણ મુલાકાત કરી છે. જો કે, બંને પક્ષોમાંથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
જણાવી દઈએ કે, આ પહેલા પંજાબમાં સત્તાધારી પાર્ટી આમ આદમી પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણીમાં રાજ્યની તમામ 13 સીટો પર એકલા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.












Click it and Unblock the Notifications
