Loksabha Election : યુપીમાં કોનું પલ્લુ ભારી? જાણો શું કહે છે લેટેસ્ટ ઓપિનિયન પોલ?
એક તરફ કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓ INDIA ના નામે એક મંચ પર આવી રહી છે તો બીજી તરફ મોદી સરકારની લોકશાહી વિરોધી નીતિઓને કારણે લોકો પરેશાન છે ત્યારે બીજેપી સરકારની મુશ્કેલી વધી રહી છે. તમામ ઘટનાક્રમ વચ્ચે ઈન્ડિયા ટીવી-સીએનએક્સનો ઓપિનિયન પોલ સામે આવ્યો છે.
લોકસભા 2024 માટે પાર્ટીઓ મેદાનમાં ઉતરી ચુકી છે ત્યારે ઈન્ડિયા ટીવી-સીએનએક્સના ઓપિનયન પોલમાં ચૌકાવનારા આંકડા સામે આવ્યા છે. આ આંકડા અનુસાર, બીજેપી ઉત્તર પ્રદેશમાં 80 માંથી 73 બેઠકો જીતી શકે છે.

આંકડા અનુસાર એનડીએને યુપીમાં લોકસભાની 73 બેઠકો મળી શકે છે. બીજી તરફ SP-RLD ગઠબંધન 5 બેઠકો જીતી શકે છે. આ સિવાય ચૂંટણીમાં બસપાને એક પણ સીટ મળવાની સંભાવના નથી.
ઓપિનિયન પોલ અનુસાર, 2024 લોકસભા ચૂંટણીમાં બીજેપીને 52 ટકા, સમાજવાદી પાર્ટીને 23 ટકા, બસપાને 12 ટકા જ્યારે કોંગ્રેસને માત્ર 4 ટકા વોટ મળી શકે છે.
જણાવી દઈએ કે, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને આરએલડી 2024ની ચૂંટણીમાં મહાગઠબંધનમાં સામેલ છે અને માયાવતીએ ગઠબંધન ન કરવાની જાહેરાત કરી છે. આ આંકડાઓ પર વિશ્વાસ કરીએ તો આવનારી ચૂંટણીમાં મહાગઠબંધનથી બીજેપીને કોઈ નુકસાન થતુ જોવા નથી મળી રહ્યું.
જુના આંકડા પર વાત કરીએ તો, 2019 લોકસભા ચૂંટણીમાં બીજેપીએ 80 માંથી 62 સીટો જીતી હતી. આ ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીને માત્ર સીટો મળી હતી. આ સિવાય કોંગ્રેસને માત્ર એક સીટ મળી હતી. બીજી તરફ બહુજન સમાજપાર્ટીને 10 સીટોમ મળી હતી.












Click it and Unblock the Notifications
