For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેઠી પછી સ્મૃતિ ઈરાની રાહુલ ગાંધીને વાયનાડમાં પણ ટક્કર આપશે?

હાલમાં મીડિયા અને રાજનૈતિક માહોલમાં પણ ચર્ચા છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉત્તરપ્રદેશની અમેઠી સીટ સાથે કેરળની વાયનાડ સીટથી પણ લોકસભા ચૂંટણી લડી શકે છે.

|
Google Oneindia Gujarati News

હાલમાં મીડિયા અને રાજનૈતિક માહોલમાં પણ ચર્ચા છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉત્તરપ્રદેશની અમેઠી સીટ સાથે કેરળની વાયનાડ સીટથી પણ લોકસભા ચૂંટણી લડી શકે છે. તેવી સ્થિતિમાં હવે ખબર આવી રહી છે કે ભાજપની કદાવર નેતા સ્મૃતિ ઈરાની જેઓ અમેઠીથી રાહુલ ગાંધી સામે ચૂંટણી લડવા જઈ રહી છે, તે વાયનાડમાં પણ રાહુલ ગાંધીને પડકાર આપી શકે છે.

આ પણ વાંચો: ભાજપે જાહેર કરેલી 40 સ્ટાર પ્રચારકોની યાદીમાંથી બે મોટા નેતાઓના નામ ગાયબ

સ્મૃતિ ઈરાની રાહુલ ગાંધીને વાયનાડમાં પણ ટક્કર આપશે?

સ્મૃતિ ઈરાની રાહુલ ગાંધીને વાયનાડમાં પણ ટક્કર આપશે?

મીડિયા સૂત્રો અનુસાર ભાજપ દક્ષિણની આ અગત્યની સીટ પર કોઈ વરિષ્ઠ નેતાને ઉતારી શકે છે. તેવી સ્થિતિમાં તે નેતા સ્મૃતિ ઈરાની હોય શકે છે. આપને જણાવી દઈએ કે ઉમેદવારી અંગે ભાજપ અને બીજેડીએસ વચ્ચે ચર્ચા ચાલુ છે. રાજ્યના ભાજપા અધ્યક્ષ શ્રીધરન પિલ્લાઈ ઘ્વારા જણાવવામાં આવ્યું કે જો કોંગ્રેસ આ સીટને ફાઇનલ કરે તો રાજ્યમાં સિરિયસ લડાઈ ચાલુ થશે. પાર્ટીના કોઈ સિનિયર નેતા અહીંથી લડશે.

અમેઠીમાં ફરી એકવાર હાઈ વોલ્ટેજ ટક્કર થશે

અમેઠીમાં ફરી એકવાર હાઈ વોલ્ટેજ ટક્કર થશે

અમેઠીમાં લોકસભા ચૂંટણીમાં ફરી એકવાર હાઈ વોલ્ટેજ ટક્કર જોવા મળશે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ફરી એકવાર રાહુલ ગાંધી સાથે ટક્કર લેશે. વર્ષ 2014 દરમિયાન તેમને રાહુલ ગાંધી સામે ચૂંટણી લડી હતી. તે ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ટિકિટ પર કુમાર વિશ્વાસે પણ ચૂંટણી લડી હતી, પરંતુ તેમની જમાનત જપ્ત થઇ ગઈ હતી.

સ્મૃતિ ઈરાનીએ જોરદાર ટક્કર આપી હતી

સ્મૃતિ ઈરાનીએ જોરદાર ટક્કર આપી હતી

વર્ષ 2014 લોકસભા ચૂંટણીમાં ભલે રાહુલ ગાંધી જીતી ગયા હોય પરંતુ સ્મૃતિ ઈરાનીએ તેમને જોરદાર ટક્કર આપી હતી. વર્ષ 2014 લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીને 408,651 વોટ મળ્યા હતા, જયારે ભાજપા ઉમેદવાર સ્મૃતિ ઈરાનીને 300,741 વોટ મળ્યા હતા. સ્મૃતિ ઈરાનીએ આ સીટ પર જીતનું અંતર ઓછું કરી દીધું હતું. રાહુલ ગાંધી આ સીટથી 107,000 વોટોથી જીત્યા હતા, જયારે વર્ષ 2009 દરમિયાન રાહુલ ગાંધી 350,000 કરતા પણ વધારે વોટોથી જીત્યા હતા.

ગાંધી પરિવારની પરંપરાગત સીટ

ગાંધી પરિવારની પરંપરાગત સીટ

અમેઠી સંસદીય સીટને કોંગ્રેસનું ગઢ માનવામાં આવે છે. આ સીટ પર અત્યારસુધીમાં 16 લોકસભા ચૂંટણી અને 2 પેટાચૂંટણી થઇ છે, જેમાંથી 16 વાર કોંગ્રેસને જીત મળી છે. જયારે વર્ષ 1977 સામાન્ય ચૂંટણીમાં લોકદળ અને 1998 દરમિયાન ભાજપને પહેલીવાર અહીંથી જીત મળી હતી. યુપીની બે મજબૂત ક્ષેત્રીય પાર્ટી સપા અને બસપા અહીં ખાતું પણ નથી ખોલી શકી. 2004 દરમિયાન પહેલીવાર રાહુલ ગાંધીએ અહીંથી ચૂંટણી લડી હતી. તેમના પિતા રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી પણ અહીંથી ચૂંટણી જીતી ચુક્યા છે.

English summary
Rahul Gandhi is likely to face Smriti Irani in Wayanad as well in case he decides to contest from that seat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X