For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Opinion Poll: યૂપીમાં ભાજપને થશે આટલી સીટોનું નુકસાન, જાણો દેશનો મૂડ

Opinion Poll: યૂપીમાં ભાજપને થશે આટલી સીટોનું નુકસાન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી નજીક છે અને પહેલા તબક્કામાં મતદાનને માત્ર એક અઠવાડિયાનો સમય જ બાકી છે. ચૂંટણીની ઠીક પહેલા ઈન્ડિયા ટીવી અને સીએનએક્સનો ઓપીનિયન પોલ સામે આવ્યો છે, જેની મદદથી દેશનો મૂડ સમજવામાં મદદ મળશે. સર્વે મુજબ જો આજે ચૂંટણી થાય છે તો ઉત્તર પ્રદેશમાં એનડીએને 80માંથી 46 સીટ પર જીત મળશે. જ્યારે મહાગઠબંધનની વાત કરીએ તો તેને 30 સીટ પર જીત મળતી દેખાઈ રહી છે, જ્યારે કોંગ્રેસ માત્ર ચાર સીટ પર જ સમેટાઈ રહી છે.

બંગાળનો હાલ

બંગાળનો હાલ

જ્યારે પશ્ચિમ બંગાળ વિશે વાત કરીએ તો અહીં સત્તારૂઢ પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીને લોકસભાની 28 સીટ પર જીત મળતી દેખાઈ રહી છે. સર્વે મુજબ 12 સીટ પર ભાજપને જીત મળતી દેખાઈ રહી છે, જ્યારે લેફ્ટ અને કોંગ્રેસના ખાતામાં માત્ર એક-એક સીટ જ જઈ રહી છે. જણાવી દઈએ કે હાલના સમયમાં ભાજપની બંગાળમાં માત્ર એક સીટ છે, જ્યારે ટીએમસીને 34 સીટ પર જીત મળી હતી.

ઓરિસ્સામાં ભાજપને 6 સીટ

ઓરિસ્સામાં ભાજપને 6 સીટ

ઓરિસ્સામાં જો આજે ચૂંટણી થાય છે તે બીજૂ જનતા દળને 14 સીટ પર જીત મળી શકે છે. જ્યારે ભાજપ અને તેના સહયોગિઓને 6 સીટ પર જીત મળી શકે છે. જ્યરે કોંગ્રેસને પ્રદેશમાં માત્ર એક સીટ પર જ જીત મળતી દેખાઈ રહી છે. જણાવી દઈએ કે હાલમાં જ ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે કહ્યું હતું કે આ વખતે કેન્દ્રમાં કોઈપણ રાષ્ટ્રીય દળને બહુમત હાંસલ નહિ થાય, આ હિસાબે અમારી પાર્ટીની સરકાર ગઠનમાં મહત્વની ભૂમિકા હશે.

પાછલા સર્વેમાં મળી આટલી સીટ

પાછલા સર્વેમાં મળી આટલી સીટ

અગાઉ ઈન્ડિયા ટીવી, સીએનએક્સનો સર્વે સામે આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે એનડીએને 285 સીટ પર જીત મળી શકે છે. જ્યારે યૂપીએને 126 સીટ પર જીત મળી શકે છે. ટીએમસી 30 અને બીજેડીના ખાતામાં 14 સીટ જશે. ભાજપને કુલ 238 સીટ મળતી જોવા મળી રહી છે, એવામાં પાર્ટીને પાછલી ચૂંટણીની સરખામણીએ 44 સીટનું નુકસાન થઈ રહ્યું છે, જ્યારે કોંગ્રેસને આ વખતે 82 સીટ મળશે.

<strong>લોકસભા ચૂ્ંટણી 2019: જાણો ભાવનગર મતવિસ્તારનો ઈતિહાસ </strong>લોકસભા ચૂ્ંટણી 2019: જાણો ભાવનગર મતવિસ્તારનો ઈતિહાસ

કરોડપતિ જ નહિ દેશના આ સાંસદો છે અબજોપતિ

English summary
Loksabha Elections 2019: Opinion poll reveals how many seats BJP will win In Uttar Pradesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X