For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુવા મતદારોને આકર્ષવા બેંગલોરમાં લાંબી નાઇટ લાઇફનું ભાજપનું વચન

|
Google Oneindia Gujarati News

karnataka-assembly-election-2013
બેંગલોર, 4 મે : કર્ણાટકમાં 5 મેના રોજ યોજાનારી વિધાનસભા ચૂંટણીઓમાં જો ભાજપ જીતીને સત્તામાં પાછી આવશે તો પાટનગર બેંગલોરમાં યુવાનોને નાઇટ લાઇફ લંબાવી આપશે તેવી ખાતરી સત્તારૂઢ ભાજપે યુવાનોને આકર્ષવા માટે કહી છે. અત્યાર સુધી રાત્રિ બજારોને છૂટ આપવાનો વિરોધ કરી રહેલી ભાજપ હવે સામે ચાલીને સમય વધારી આપવા માટે સહમત થઇ છે. અત્યાર સુધી શરાબની દુકાનો અને ખાણી પીણી બજારનો સમય રાત્રે 11.30 વાગ્યા સુધીનો હતો. હવે ભાજપ સત્તામાં આવશે તો શરાબની દુકાનોને મધ્યરાત્રિના 12 વાગ્યા સુધી અને ખાણી પીણી બજારોને રાત્રે 1 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની છુટ આપશે.

બેંગલોર આઈટી હબ હોવાના કારણે કર્મચારીઓ દ્વારા અવારનવાર બાર અને રેસ્ટોરન્ટ રાત્રે મોડા સુધી ખુલ્લા રાખવાની માંગણીઓ કરવામાં આવી રહી હતી જેને ભાજપ સરકાર નકારતી રહી હતી. અહીંના યુવાનોમાં નોકરિયાત યુવાનો ઉપરાંત બહારના રાજ્યમાંથી ભણવા આવેલા યુવાનોનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત બેંગલોર શહેરમાં અનેક વિદેશીઓ પણ કામ કરે છે અને વિદેશી વિદ્યાર્થીઓ પણ રહે છે.

આ વચન પાર્ટી દ્વારા આ સપ્તાહે રજૂ કરવામાં આવેલા બેંગલોર શહેર માટેના ચૂંટણી ઢંઢેરામાં આપવામાં આવ્યું છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને બે સપ્તાહ પહેલા 19 એપ્રિલે મુખ્ય ચૂંટણી ઢંઢેરો રજૂ કરાયા બાદ આ સપ્તાહે બેંગલોર શહેર માટે અલગથી ચૂંટણી ઢંઢેરો રજૂ કરવામાં આવ્યો હતો. આ ફેરફાર યુવા મતદારોને આકર્ષવા માટે કરવામાં આવ્યો છે. વિધાનસભામાં યુવાનો માટેની 28 બેઠકોમાંથી 17 ઉમેદવારો વર્ષ 2008માં યોજાયેલી ચૂંટણીમાં ચૂંટાઇ આવ્યા હતા.

આ ઉપરાંત બેંગલોરની સ્થાનિક બોડી કચરાની સમસ્યા હળવી કરવામાં નિષ્ફળ ગઇ હતી. આ ઉપરાંત ઇન્ફ્રાસ્ટ્ર્કચરની ખામી હોવાથી હજારો લોકોને અગવડોનો સામનો કરવો પડે છે. બીજી તરફ ભાજપના કટ્ટર પ્રતિદ્વંદી કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા ચૂંટણી ઢંઢેરામાં આ પ્રકારના કોઇ વચન આપવામાં આવ્યા નથી.

English summary
Longer night life in Bangalore, BJPs promise to young voters.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X