કોરોના: ઓમિક્રોન વેરિઅન્ટનું વિચિત્ર લક્ષણ આવ્યું સામે, નિષ્ણાંતોએ આપી ચેતવણી
ઓમિક્રોન પર વિશ્વભરના વૈજ્ઞાનિકો નવી-નવી માહિતી એકત્રિત કરી રહ્યાં છે. WHO પણ ચેતવણી જાહેર કરી ચૂક્યુ છે. ઓમિક્રોન કોરોના વાયરસના કોઈ પણ વેરિએન્ટની તુલનામાં ઝડપથી ફેલાય છે. નિષ્ણાંતોનું કહેવુ છે કે લક્ષણો પર ધ્યાન ના આપવ
ઓમિક્રોન પર વિશ્વભરના વૈજ્ઞાનિકો નવી-નવી માહિતી એકત્રિત કરી રહ્યાં છે. WHO પણ ચેતવણી જાહેર કરી ચૂક્યુ છે. ઓમિક્રોન કોરોના વાયરસના કોઈ પણ વેરિએન્ટની તુલનામાં ઝડપથી ફેલાય છે. નિષ્ણાંતોનું કહેવુ છે કે લક્ષણો પર ધ્યાન ના આપવાની બેદરકારીને કારણે કેસો વધવાની શક્યતા છે. આ જ કારણ છે કે તબીબી નિષ્ણાંતો લોકોને કોઈ પણ પ્રકારના લક્ષણને નજરઅંદાજ ના કરવાની સલાહ આપી રહ્યાં છે.

કોરોનાના સૌથી સામાન્ય લક્ષણોમાં સ્વાદ અને સુગંધ જતી રહેવી, તાવ, ગળામાં ખારાશ અને શરીરમાં દુ:ખાવો છે. જો કે ઓમિક્રોનના દરેક દર્દીઓમાં આ લક્ષણો જોવા મળ્યા નથી. અત્યાર સુધીના ડેટાના આધારે વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે કોરોનાના ફક્ત 50 ટકા દર્દીઓને તાવ, કફ અને સ્વાદ-સુંગધની કમીનો અહેસાસ થઇ રહ્યો છે. જો કે ઓમિક્રોનના મોટાભાગના દર્દીઓમાં એક ખાસ લક્ષણ જરૂર જોવા મળ્યાં છે અને તે છે ભૂખ ના લાગવી. જો તમને કેટલાંક અન્ય લક્ષણોની સાથે ભૂખ ના લાગતી હોય તો તમારે કોઈ ડૉકટર અને નિષ્ણાંત પાસેથી સલાહ આવશ્ય લેવી જોઈએ અને ત્યારબાદ કોવિડ ટેસ્ટ કરાવવો જોઈએ.
દેશમાં અત્યાર સુધી ઓમિક્રોનના 1700 કેસ સામે આવી ગયા છે. આ દરમ્યાન ઈન્ડિયન SARS-CoV-2 જીનોમિક્સ કન્સોર્ટિયમનું કહેવુ છે કે દેશમાં અત્યાર સુધી ઓમિક્રોનની સંક્રમકતા દર, ઈમ્યુનિટીથી બચવાની ક્ષમતા અને ગંભીરતા પર સ્પષ્ટ પુરાવા સામે આવ્યાં નથી. INSACOG એ પોતાના બુલેટીનમાં કહ્યું કે હજી પણ ડેલ્ટા વેરિએન્ટ આખી દુનિયામાં ચિંતાનો વિષય બન્યો છે. જો કે આ દરમ્યાન ઓમિક્રોન પણ ઝડપથી વધી રહ્યો છે.












Click it and Unblock the Notifications
