વડીયામાં લવ જેહાદ: વિધર્મી યુવકે યુવતિનુ કર્યુ અપહરણ, પોલીસ ફરીયાદ
અમરેલી જિલ્લાના વડીયા સિટીમાં ત્રણ દિવસ પહેલા એક વિધર્મી યુવકે યુવતીને અપહરણ કરી ભગાડી જવાની ઘટના બનવા પામી છે. પિતાએ કરગરી કહ્યું છે કે મને દીકરી પાછી મળે પોલીસમાં અરજી પણ કરી છે. ત્યારે પોલીસે આરોપીને પકડવાની તજવીજ હાથ
અમરેલી જિલ્લાના વડીયા સિટીમાં ત્રણ દિવસ પહેલા એક વિધર્મી યુવકે યુવતીને અપહરણ કરી ભગાડી જવાની ઘટના બનવા પામી છે. પિતાએ કરગરી કહ્યું છે કે મને દીકરી પાછી મળે પોલીસમાં અરજી પણ કરી છે. ત્યારે પોલીસે આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે. વડીયા શહેરની અંદર રહેતા વ્યક્તિની દીકરીને 17 તારીખના રોજ બપોરના સમયે એક વિધર્મી યુવકે તેમના પિતા અને તેમના ભાઈ સહિત યુવતીને ઘરે આવી અપહરણ કરી લઈ ગયા છે.

યુવતીના પિતાએ પોલીસને અરજીમાં આ બાબત દર્શાવી છે. યુવતિના પિતા કરગરીને કહી રહ્યા છે કે મને મારી દીકરી પાછી અપાવો. વિધર્મી યુવક દ્વારા અપહરણની ઘટનાને લઈને વડીયા શહેરમાં ઘેરા પડઘા પડ્યા છે.
આ બાબતે કુકાવાવ વડિયા તાલુકા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ અને વડીયાના સરપંચે જણાવ્યું કે આવતીકાલે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના તમામ સદસ્યો તેમજ વડીયાના સર્વ સમાજના લોકો વડીયા મામલતદારને આવેદનપત્ર આપવા જનાર છે. ત્યારે આ ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ટોક ઓફ ધ ટાઉન બન્યું છે અને કંઈક નવાજૂની થાય કે કેમ તેની પણ આશંકાઓ સેવાઈ રહી છે.
વિધર્મી યુવક દ્વારા કરાયેલ અપહરણની ઘટનાને ત્રણ દિવસ જેવો સમય થઈ ગયો છે. તેમાં પોલીસ હજુ આરોપી સુધી પહોંચી નથી ત્યારે અમે અમરેલી ડિવિઝનના ડીવાયએસપી પાસે આ ઘટનાનો જવાબ માગ્યો ત્યારે તેમણે એવી વાત જણાવી કે આ યુવતી અને વિધર્મી યુવક બંને વચ્ચે સંબંધો હતા અને યુવતી પોતાની સંમતિથી યુવક સાથે નાસી ગઈ છે. એટલે કોઈ ખોટુ પેનિક ન ફેલાવે તેની અપીલ કરી રહી છે અને યુવતીના પિતાની અરજીને આધારે પોલીસ આ બંનેની તપાસ કરી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
