For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્પીકર નક્કી કરશે FDI પર ચર્ચાનો નિયમઃ સરકાર

By Super
|
Google Oneindia Gujarati News

UPA-government
નવીદિલ્હી, 27 નવેમ્બર:રિટેલ સેક્ટરમાં એફડીઆઇને લઇને ચાલી રહેલા ગતિરોધ વચ્ચે યુપીએની સમન્વય સમિતિની બેઠક મંગળવારે યોજાઇ. આ બેઠકમાં એ નક્કી કરવામાં આવ્યું છે કે, સંસદમાં એફડીઆઇ પર ચર્ચા કયા નિયમ પર થાય તેનો નિર્ણય સ્પિકર કરશે.

યુપીએની બેઠક સમાપ્ત થયા પછી કેન્દ્રીય મંત્રી કમલનાથે કહ્યું કે એફડીઆઇ પર કોઇ નિયમ હેઠળ ચર્ચા થાય તે સ્પીકર નક્કી કરશે. આ મુદ્દે સંસદીય કાર્યમંત્રી બુધવારે સ્પીકરને મળશે અને વાત કરશે. તેમણે કહ્યું કે હવે સ્પીકર જ સંસદમાં એફડીઆઇ પર ચર્ચાનો નિયમ નક્કી કરશે.

કમલનાથે કહ્યું કે, આ મામલે મોટાભાગના દળ વોટિંગના પક્ષમાં નથી. મોટાભાગના દળોની સલાહ એવી છે કે સ્પીકર જ નિર્ણય કરે. જ્યારે બીજી તરફ દ્રમુકના પ્રમુખ એમ કરુણાનિધિએ કહ્યું કે તેમની પાર્ટી સંસદમાં એફડીઆઇના મુદ્દે યુપીએ સરકરને સમર્થન કરશે. જો વોટિંગ થાય તો તે સરકારની સાથે છે.

નોંધનીય છે કે રિટેલ ક્ષેત્રમાં એફડીઆઇની અનુમતિ આપવાના કેન્દ્ર સરકારના નિર્ણયના વિરોધમાં વિપક્ષી દળોએ મંગળવારે સતત ચોથા દિવસે સંસદની બન્ને સદનમાં જોરદાર હંગામો મચ્યો, જેના કારણે સદનની કાર્યવાહીમાં અવરોધ આવ્યો છે. હંગામાને જોતા લોકસભાની કાર્યવાહી બપોર સુધી અને રાજ્યસભાની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરવી પડી હતી.

English summary
Lok Sabha to take a call on whether to allow a debate on the issue under a vote that entails voting.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X