લખનઉ ગર્લના બદલાયા તેવર, હવે કેબ ડ્રાઈવર સાથે કરવા માંગે છે સમાધાન, બોલી - તે નિર્દોષ છે
લખનઉમાં કેબ ડ્રાઈવરને પીટનાર યુવતી પ્રિયદર્શીની નારાયણ યાદવના તેવર બદલાતા જોવા મળી રહ્યા છે.
લખનઉઃ લખનઉમાં કેબ ડ્રાઈવરને પીટનાર યુવતી પ્રિયદર્શીની નારાયણ યાદવના તેવર બદલાતા જોવા મળી રહ્યા છે. મીડિયાને આપેલા લેટેસ્ટ ઈન્ટરવ્યુમાં પ્રિયદર્શીનીએ કહ્યુ કે તે આ કેસમાં સમાધાન કરવા માંગે છે. રિપોર્ટસ મુજબ પ્રિયદર્શીનીએ કેબ ડ્રાઈવરને નિર્દોષ ગણાવીને એ પણ કહ્યુ કે તેણે નિર્દોષને બચાવવાનો છે. તે પણ કોઈનો દીકરો છે.

પોલિસે શરૂ કરી કાર્યવાહી તો બદલાયા લખનઉ ગર્લના તેવર
લખનઉના અવધ ચાર રસ્તે કેબ ડ્રાઈવરને રસ્તા વચ્ચે થપ્પડ મારનાર પ્રિયદર્શીની નારાયણ સામે પોલિસે એફઆઈઆર નોંધ્યા બાદ તેને નોટિસ આપી છે. ગયા રવિવારે(8 ઓગસ્ટ) પોલિસે પ્રિયદર્શીનીને કૃષ્ણાનગર પોલિસ સ્ટેશન બોલાવ્યા અને પૂછપરછ કરી. કેસની તપાસ ઈન્સ્પેક્ટર બંથરા જિતેન્દ્રકુમાર સિંહ કરી રહ્યા છે. તેમણે યુવતીનુ નિવેદન નોંધ્યુ. આ દરમિયાન કૃષ્ણાનગરના ઈન્સ્પેક્ટર પણ હાજર રહ્યા.

પોલિસે આપેલા નિવેદનમાં કહી આ વાતો
પ્રિયદર્શીનીએ ભીડ પર મારપીટ કરવાનો આરોપ લગાવ્યો. તેણે કહ્યુ કે કેબ ડ્રાઈવર તેને ટક્કર મારવાનો હતો. રેડ લાઈટ પર તેણે નિયમ તોડ્યા, આ કારણે તેને માર્યો. યુવતીએ પોલિસને કહ્યુકે રસ્તા પર ચાલતી વખતે ઘણા મુસાફરે અને વ્યક્તિઓએ તેને હેરાન કર્યા. માટે તે પોતાની આસપાસ થતી આવી કોઈ પણ ઘટના માટે બહુ જ સતર્ક રહે છે.

મારે લડાઈ આગળ નથી વધારવી
હવે પ્રિયદર્શીની નારાયણે મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યુ કે તે સમાધાન ઈચ્છે છે. તેણે કહ્યુ કે - હું નથી ઈચ્છતી કે કોઈનુ મારા કારણે કરિયર ખરાબ થાય અને મારુ પણ આના કારણે કરિયર ખરાબ થાય છે માટે હું આ કેસ સમાધાન સાથે ઉકેલવા માંગુ છુ. મારે લડાઈ આગળ નથી વધારવી, આ જ મને વધુ યોગ્ય લાગી રહ્યુ છે. આ સવાલના જવાબમાં પ્રિયદર્શીનીએ કહ્યુ કે તેને પોતાના કરિયરની ચિંતા છે. સાથે તે એ ડ્રાઈવરને નિર્દોષ પણ બચાવવા માંગે છે કારણકે તે પણ કોઈનો પુત્ર છે. આના કારણે આ કેસ સમાધાન દ્વારા ખતમ કરવા માંગુ છુ.












Click it and Unblock the Notifications
