UP News : Lucknow Kaushal mahotsav માં 51974 લોકોને મળશે રોજગાર

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં રોજગાર કૌશલ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત બે દિવસીય જોબ ફેરનો પ્રારંભ થશે. આ મેળામાં 50 હજાર જેટલા યુવાનોને રોજગારી મળવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

Lucknow Kaushal mahotsav : ઉત્તર પ્રદેશમાં શનિવારના રોજ બે દિવસીય રોજગાર મેળાની શરૂઆત થઇ ચુકી છે. આ રોજગાર મેળાનું નામ લખનઉ કૌશલ મહોત્સવ (Lucknow Kaushal mahotsav) છે. આયોજકોના જણાવ્યા અનુસાર, બે દિવસી મેગા જોબ ફેર લખનઉ કૌશલ મહોત્સવ શનિવારના રોજ કોલ્વિન તાલુકદાર્સ કોલેજના મેદાનમાં શરૂ થયો છે. જેમાં કુલ 51974 ખાલી જગ્યાઓને ભરવા માટે સમગ્ર દેશમાંથી 112 મોટી કંપનીઓ Lucknow Kaushal mahotsav માં ભાગ લીધો છે.

Lucknow Kaushal mahotsav

આ કાર્યક્રમના સંયોજક અને ભાજપના નેતા નીરજ સિંહે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 24,878 અરજદારોએ રોજગાર માટે નોંધણી કરાવી છે. જોબ ફેર (Lucknow Kaushal mahotsav) દરમિયાન સ્થળ પર જ રજિસ્ટ્રેશન પ્રક્રિયા પણ કરવામાં આવશે. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય (MSDE) શ્રમ અને રોજગાર મંત્રાલય સાથે તેના વ્યૂહાત્મક અમલીકરણ અને જ્ઞાન ભાગીદાર, રાષ્ટ્રીય કૌશલ વિકાસ નિગમ અને ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા સમર્થિત સાથે મળીને Lucknow Kaushal mahotsav કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે.

સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી હાજર રહેશે કંપનીઓ

શનિવારની સવારે 10 થી સાંજે 5 કલાક સુધીમાં 112 કંપનીઓના સત્તાવાર પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. કંપનીમાં રજિસ્ટ્રેશનથી લઈને એપોઈન્ટમેન્ટ સુધીની સમગ્ર પ્રક્રિયા મફતમાં થશે. વિવિધ કારકિર્દી અભ્યાસક્રમો વિશે પણ માહિતી આપવામાં આવશે. આ સાથે મોટિવેશનલ અને કરિયર કાઉન્સેલિંગ સેશનનું પણ આયોજન કરવામાં આવશે.

કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ મેળાની શરૂઆત કરશે

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવ, ભાજપ પ્રદેશ એકમના અધ્યક્ષ ભૂપેન્દ્ર સિંહ, નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક, રાજ્યના વ્યવસાયિક શિક્ષણ અને કૌશલ્ય વિકાસ મંત્રી કપિલ દેવ અગ્રવાલ અને રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી અનિલ રાજભર દ્વારા સંયુક્ત રીતે જોબ ફેરનું ઉદ્ઘાટન કરવામાં આવશે. યોગી આદિત્યનાથ રવિવારના રોજ કાર્યક્રમના સમાપન સત્રમાં હાજરી આપશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X