Ludhiana Gas Leak : ઝેરી ગેસ લીક થવાને કારણે લુધિયાણામાં 9 લોકોના મોત, ઘણા અસરગ્રસ્ત
Ludhiana Gas Leak : પંજાબના લુધિયાણામાં હાલ ગેસ દુર્ઘટનાની ઘટના સામે આવી છે. ગ્યાસપુર વિસ્તારમાં સ્થિત એક ફેક્ટરીમાં ગેસ લીક થવાને કારણે 9 લોકોના મોત થયા છે. આ સાથે ઘણા લોકો બેહોશ થયા છે. ગેસ લીકને કારણે ઘટના સ્થળે નાસભાગ મચી ગઇ છે.
આવા સમયે, લુધિયાણા ગેસ લીકથવાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ દળ અને ફાયર બ્રિગેડ સહિત NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. એનડીઆરએફની ટીમે ચાર્જ સંભાળી લીધો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, લોકોને ફેક્ટરીઓ અને ઘરોમાંથી સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે.

ન્યૂઝ એજન્સી ANIના જણાવ્યા અનુસાર, ગેસ લીકથવાને કારણે ગયસપુર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે અને NDRFની ટીમ દરેક ઘરની તપાસ કરી રહી છે. આવા સમયે, એડીસીપી સમીર વર્માએ જણાવ્યું કે, ડૉકટર્સ અને એમ્બ્યુલન્સને પણ સ્થળ પર બોલાવવામાં આવી છે.
માહિતી આપતાં SDM લુધિયાણા પશ્ચિમ સ્વાતિ તિવાનાએ જણાવ્યું હતું કે, ચોક્કસપણે આ ગેસ લીકનો મામલો છે. એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને લોકોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે. આ ઘટનામાં 9 લોકોના મોત થયા છે અને 11 બીમાર છે.
પ્રત્યક્ષદર્શીઓએ ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું હતું કે, ફેક્ટરીમાં અચાનક ગેસ લીકથવાને કારણે ઘટનાસ્થળે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. મોટાભાગના લોકો ફેક્ટરીમાંથી ભાગી ગયા હતા. સ્થાનિક નાગરિક શંભુ નારાયણ સિંહે જણાવ્યું હતું કે, મને ખબર પડી છે કે, મારા ઘરના પાંચ લોકો બેભાન છે.
તેમણે જણાવ્યું હતું કે, મારા ઘરની આસપાસના લોકો પણ બેભાન છે અને પોલીસ મને આગળ જવા દેતી નથી. આવા સમયે સ્થાનિક નાગરિક અંજન કુમારે જણાવ્યું હતું કે, તે ઝેરી ગેસનું લીકેજ હતું. આ ગેસ ફેક્ટરીમાં લીક થયો છે. મારા કાકાનો આખો પરિવાર ઘરની અંદર છે.
આ સાથે તેમણે જણાવ્યું હતું કે, ત્રણ શરીર વાદળી થઈ ગયા છે. આ ગેસ ઝેરી છે. તમે શ્વાસ લઈ શકશો નહીં. ઉલ્લેખનીય છે કે, પોલીસે ફેક્ટરીની આસપાસના 300 મીટરના વિસ્તારને ખાલી કરાવ્યો છે અને ગેસ લીકને રોકવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
સમાચાર મુજબ આ ફેક્ટરી બંધ પડી હતી. ગેસ લીકેજ કેવી રીતે થયું તેની તપાસ ચાલી રહી છે. કારખાનેદારને શોધવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. કારખાનાની આસપાસ બનેલા મકાનોમાં રહેતા અનેક લોકો પણ અકસ્માતનો ભોગ બન્યા છે. કરિયાણાની દુકાનના સંચાલકનું પણ મોત થયું છે.
બીજી તરફ પંજાબના ગ્યાસપુરામાં ગેસ લીક થવા પર મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, લુધિયાણાના ગ્યાસપુરા વિસ્તારમાં ફેક્ટરીમાંથી ગેસ લીકેજની ઘટના ખૂબ જ દુઃખદ છે. પોલીસ, સરકાર અને NDRFની ટીમો ઘટનાસ્થળે હાજર છે. શક્ય તમામ મદદ કરવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
