For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Lumpy skin disease: પંજાબ સરકારના રસીકરણ અભિયાનમાં તેજી, 1.8 લાખથી વધુ ડોઝ લગાવ્યા

લમ્પી સ્કીન ડિસીઝથી પ્રાણીઓને બચાવવા પંજાબમાં રસીકરણ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

ચંદીગઢઃ લમ્પી સ્કીન ડિસીઝથી પ્રાણીઓને બચાવવા પંજાબમાં રસીકરણ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યુ છે. અહીં પશુપાલન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે વિભાગ દ્વારા અગાઉ મળેલી દવાના લગભગ 2.34 લાખ ડોઝમાંથી 1.84 લાખથી વધુ ડોઝ પશુઓને આપવામાં આવ્યા છે અને બાકીના ડોઝ ટૂંક સમયમાં આપવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યુ કે મુખ્યમંત્રી ભગવંત માનની માર્ગદર્શિકા પર રસીકરણ ઝડપી કરવામાં આવ્યુ છે. રજાના દિવસોમાં પણ વિભાગના કર્મચારીઓ દ્વારા રસીકરણ કરવામાં આવી રહ્યુ છે.

Lumpy skin disease

વિભાગના મુખ્ય સચિવ વિકાસ પ્રતાપે જણાવ્યુ હતુ કે ગોટપૉક્સ રસીના 83,000 ડોઝનુ ત્રીજુ કન્સાઇનમેન્ટ વિભાગ સુધી પહોંચી ગયુ છે જેનુ વધુ જિલ્લાઓમાં વિતરણ કરવામાં આવ્યુ છે. તેમણે કહ્યુ કે મુખ્યમંત્રી ભગવંત માનની માર્ગદર્શિકા પર રસીકરણ ઝડપી કરવામાં આવ્યુ છે. રજાના દિવસોમાં પણ વિભાગના કર્મચારીઓ દ્વારા રસીકરણ કરવામાં આવી રહ્યુ છે. તેમણે કહ્યુ કે વિભાગ દ્વારા અગાઉ મળેલી દવાના લગભગ 2.34 લાખ ડોઝમાંથી અત્યાર સુધીમાં 1.84 લાખથી વધુ ડોઝ પ્રાણીઓને આપવામાં આવ્યા છે.

આ ઉપરાંત પંજાબ વેટરનરી વેક્સીન ઇન્સ્ટિટ્યૂટ, લુધિયાણાના 5 વેટરનરી અધિકારીઓને પણ અલગ-અલગ જિલ્લામાં મોકલવામાં આવ્યા છે. અગાઉ, મોહાલી હેડ ઑફિસના વેટરનરી અધિકારીઓને પણ 31 ઓગસ્ટ સુધી જિલ્લામાં તૈનાત કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યુ કે મુખ્યમંત્રીની સૂચનાથી ગ્રામ વિકાસ અને પંચાયત વિભાગ દ્વારા પશુપાલન વિભાગને રૂ.1 કરોડની રકમ ટ્રાન્સફર કરવામાં આવી રહી છે, જે જરૂરી દવા અને ડોઝ માટે જિલ્લાઓમાં વિતરણ કરવાની છે.

વિકાસ પ્રતાપે માહિતી આપી હતી કે બેચલર ઑફ વેટરનરી સાયન્સ(B.V.Sc.)ના ઇન્ટર્નશીપ અને અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ પણ રસીકરણ અભિયાનને વધુ સઘન બનાવવા અને દૂધ ઉત્પાદકોને જાગૃત કરવા માટે રોકવામાં આવેલા છે અને તેમને પંજાબના અલગ-અલગ જિલ્લાઓમાં ખાસ કરીને એવા સ્થળોએ મોકલવામાં આવે છે જ્યાં સ્ટાફની અછત હોય જેથી રસીકરણ અભિયાન વહેલામાં વહેલી તકે પૂર્ણ કરી શકાય.

English summary
Lumpy skin disease: Punjab government's vaccination campaign, more than 1.8 lakh doses admitted
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X