For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

M.com ની વિધાર્થિનીનો રેપ કરીને અશ્લીલ વીડિયો બનાવ્યો, બ્લેકમેલ કર્યું

હરિયાણાના યમુનાનગરમાં, M.com ની વિદ્યાર્થીની પર બળાત્કાર કર્યા પછી અશ્લીલ વીડિયો બનાવીને તેને બ્લેકમેલ કરવાનો મામલો સામે આવ્યો છે.

By Ankit Patel
|
Google Oneindia Gujarati News

હરિયાણાના યમુનાનગરમાં, M.com ની વિદ્યાર્થીની પર બળાત્કાર કર્યા પછી અશ્લીલ વીડિયો બનાવીને તેને બ્લેકમેલ કરવાનો મામલો સામે આવ્યો છે. પીડિત વિદ્યાર્થીનીએ પોલીસમાં ફરિયાદ કરી, ન્યાયની વિનંતી કરી છે. પોલીસનું કહેવું છે કે આ કેસની તપાસ કરવામાં આવી રહી છે. આ પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

પટાવીને મંદિર લઇ ગયો, નશીલો પદાર્થ આપીને રેપ કર્યો

પટાવીને મંદિર લઇ ગયો, નશીલો પદાર્થ આપીને રેપ કર્યો

પીડિતાએ પોલીસને જણાવ્યું હતું કે ગૌરવ શર્મા નામના યુવકે મંદિરમાં તેની સાથે કપટ સાથે લગ્ન કર્યા હતા. પછી બળાત્કાર ગુજાર્યો અને વીડિયો બનાવ્યો. પીડિતાના કહેવા મુજબ, યુવક લાંબા સમયથી તેની પજવણી કરતો હતો. તે તેને વારંવાર ફોન કરીને પરેશાન કરતો હતો.

લગ્નના પેપર પર પણ સહી કરાવી

લગ્નના પેપર પર પણ સહી કરાવી

2 સપ્ટેમ્બરના રોજ ગૌરવે ફરીથી ફોન કર્યો અને કહ્યું કે ફરીથી ફોન નહીં કરે. તે તેની સાથે મંદિર આવે, જ્યાં તે ભગવાનની સામે તેણીને પરેશાન નહીં કરવાની પ્રતિજ્ઞા કરશે. વિદ્યાર્થીનીએ કહ્યું કે તે ગૌરવની વાતોમાં આવી ગઈ અને તેની સાથે મંદિર ગઈ. એવો આરોપ છે કે મંદિરના બુદ્ધનાથ મહંતે તેને ચા પીવા માટે આપી હતી, જે પીધા પછી તે બેહોશ થઈ ગઈ હતી. થોડા સમય પછી તેણીને હોશ આવ્યો અને તે ઘરે ગઈ. 5 સપ્ટેમ્બરના રોજ, ગૌરવ ફરીથી ફોન કરીને કહે છે કે તેણે મંદિરમાં તેની સાથે લગ્ન કર્યા છે. હવે તે તેની પત્ની છે. ગૌરવે કહ્યું કે તેણે લગ્નના કાગળો પર તેની સહી પણ લીધી છે.

અશ્લીલ વીડિયોની ધમકી આપીને બ્લેકમેલ કર્યું

અશ્લીલ વીડિયોની ધમકી આપીને બ્લેકમેલ કર્યું

જ્યારે યુવતીએ લગ્ન સ્વીકારવાની ના પાડી ત્યારે તેણે કહ્યું કે તેની પાસે તેનો અશ્લીલ વીડિયો છે. વિદ્યાર્થીનીનું કહેવું છે કે ગૌરવે તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને તેનો વીડિયો પણ બનાવ્યો હતો. ન્યાયની વિનંતી કરતાં વિદ્યાર્થીનીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. મહિલા પોલીસ સ્ટેશનના એસએચઓએ જણાવ્યું હતું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. આ પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: આ ટીમના ખેલાડીઓ પર છોકરીનો રેપ કરી MMS બનાવ્યો હોવાનો આરોપ

English summary
M.com girl student physical attack and then blackmail
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X