Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મદરેસા શિક્ષકોનો પગાર વધતાં ભાજપ પર લાલચોળ થયા સંજય રાઉત

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી નજીક છે ત્યારે અહીં રાજકારણ વિવિધ મુદ્દાઓને લઈ સતત ગરમાઈ રહ્યું છે. હવે મદરેસા શિક્ષકોના પગાર વધારાને લઈને પણ રાજકારણ ગરમાયું છે. મદરેસા શિક્ષકોનો પગાર વધતાં સંજય રાઉતે ભાજપ પર વાકપ્રકાર કર્યા હતા.

Sanjay Raut

ઉદ્ધવ ગુટની શિવસેનાના નેતા સંજય રાઉતે શુક્રવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પર તીખા પ્રહારો કર્યા હતા. તેમણે સવાલ કર્યો હતો કે મદરેસા શિક્ષકોના માનદ અને વેતનમાં વધારાનો નિર્ણય વોટ જેહાદ નથી તો શું છે. તેમણે કહ્યું કે ચૂંટણી નજીક હોવાના કારણે આ નિર્ણય લેવાઈ રહ્યો છે.

શું લાડલી બહેન જેવી યોજનાઓ અને મદરેસા શિક્ષકોના પગારમાં વધારો વોટ જિહાદ નથી. સંજય રાઉતે કહ્યું કે બાળકોને ભણાવવા વાળાઓનો પગાર વધવો જોઈએ, પરંતુ અમે આ કાર્ય કર્યું હોય તો ભાજપ તેને તરત વોટ જેહાદનું આમ આપી દેત.

કોંગ્રેસ નેતા નસીમ ખાને પણ ભાજપની ટીકા કરી.તેમણે કહ્યું કે હકિકતમાં ભાજપે મુસ્લિમોના ઉદ્ધાર માટે આ પગાર વધારાનો નિર્ણય નથી લીધો, આ નિર્ણય પાછળ તેમનો ચૂંટણીમાં લાભ છૂપાયેલો છે, તેઓ પગાર વધારો આપી પોતાની રણનીતિ સુધારવા માંગે છે.

નસીમ ખાને પણ ભાજપના ઈરાદાઓ પર સવાલો ઉઠાવ્યા હતા, તેમણે આરોપ લગાવ્યો કે આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ ભાજપે આ પગાર વધારો આપ્યો છે. જો કે તેમણે આ નિર્ણયને વધાવ્યો હતો પરંતુ ભાજપના ઈરાદાઓ પર સવાલ પણ ઉઠાવ્યા હતા.

મહારાષ્ટ્ર ભાજપ એકમના વરિષ્ઠ નેતા કિરીટ સોમૈયાએ ભાજપનો બચાવ કરતા કહ્યું કે સરકાર ધર્મની પરવા કર્યા વિના સ્વાસ્થ્ય અને શિક્ષણ પ્રત્યે કોઈપણ ભેદભાવ નથી કરતી. તેમણે મજાકમાં કહ્યું કે પગાર વધારો ઉદ્ધવ ઠાકરે કે સંજય રાઉતને લાગુ પડતો નથી, જે દર્શાવે છે કે તેમની ટીકા પાયાવિહોણી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X