For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશના યુવાનોમાં નવો ઉત્સાહ ભરશે મેડ ઈન ઈન્ડિયા શૉર્ટ વીડિયો એપ 'જોશ', ઑફિશિયલી લૉન્ચ

ભારતમાં બનેલ નવી શૉર્ટ વીડિયો એપ josh (જોશ)ને આજે ઑફિશિયલી લૉન્ચ કરી દેવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સુરક્ષાની દ્રષ્ટિએ ખતરનાક ઘણી વીડિયો એપ પર દેશમાં બેન લાગ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતના પોતાના અભિયાન હેઠળ લોકલ ફૉર વોકલનુ આહ્વન કર્યુ હતુ. તેમણે દરેક ક્ષેત્રમાં દેશના ઉદ્યમીઓને કંઈક નવુ અને સારુ કરવા માટે કહ્યુ હતુ. પીએમ મોદીની આ વાતથી પ્રેરિત થઈને દેશના સૌથી મોટા ન્યૂઝ એગ્રીગેટર ડેલીહંટે દેશના યુવાનોના એન્ટરટેઈનમેન્ટ માટે એકદમ દેસી અને ભારતમાં બનેલ નવી શૉર્ટ વીડિયો એપ josh (જોશ)ને આજે ઑફિશિયલી લૉન્ચ કરી દીધી છે.

josh

જોશ દ્વારા હવે યુવાનો પોતાના હુનરનો જાદુ બતાવીને પોતાના સપના પૂરા કરી શકે છે. દરેક ભારતીય માટે સૌથી મોટા ગર્વની વાત એ છે કે આ સંપૂર્ણપણે મેડ-ઈન-ઈન્ડિયા એપ છે જેને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વોકલ ફૉર લોકલ અને આત્મનિર્ભર ભારતના આહવાન પર વિકસિત કરવામાં આવ્યુ છે.

શું છે જોશ એપ?

જોશ એપ ઓછા સમયમાં પોતાનુ ટેલેન્ટ બતાવવાનુ માધ્યમ છે જેને શૉર્ટ વીડિયો ક્રિએશન પણ કહેવામાં આવે છે. જોશ એપમાં ઘણી બધી રીજનલ અને લોકલ ભાષાઓ જેવી કે હિંદી, તમિલ, કન્નડા, ઈંગ્લિશ અને મલયાલમનો સપોર્ટ આપવામાં આવ્યો છે. તમે આના ઉપયોગથી જાણી શકશો કે જોશ એપમાં ઘણા એવા શાનદાર ફિચર્સ છે જે તેને ઘણી અનોખી બનાવે છે.

કારમાં 6 વર્ષનો બાળક મૃત મળી મળ્યો, દમ ઘૂટવાથી મોતકારમાં 6 વર્ષનો બાળક મૃત મળી મળ્યો, દમ ઘૂટવાથી મોત

English summary
Made in India short video app 'josh' launch today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X