મધ્યપ્રદેશમાં બુરાડી જેવો કાંડ, કુવામાં 5 ભાઈ-બહેનની લાશ મળી
બડવાનીમાં ગામ ચીખલીમાં એક કુવામાં 5 ભાઈ-બહેનોની સંદિગ્ધ અવસ્થામાં લાશ મળી આવવાથી સનસની ફેલાઈ ગઈ છે.
બડવાનીમાં ગામ ચીખલીમાં એક કુવામાં 5 ભાઈ-બહેનોની સંદિગ્ધ અવસ્થામાં લાશ મળી આવવાથી સનસની ફેલાઈ ગઈ છે. આ 5 ભાઈ-બહેનો સગા ભાઈ-બહેનો હતા, જેમના પિતાનું નામ ભરત સિંહ છે. ભરત સિંહને બે પત્નીઓ છે અને આ પાંચે ભાઈઓ તેમના જ સંતાન છે. આ ઘટના સામે આવ્યા પછી ભરત સિંહ અને તેમની બંને પત્નીઓ ગાયબ છે. પોલીસ તેમની શોધ કરી રહી છે પરંતુ તેમની કોઈ જ ખબર મળી નથી. પોલીસ શરૂઆતમાં તેને ઘરેલુ કલેશને કારણે હત્યાનો મામલો માની રહી છે.

મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના ચીખલી ગામમાં એક કૂવો છે, જેમાં એક સાથે પાંચ બાળકોની લાશ મળી આવવાથી સન્નાટો છવાઈ ગયો. આ પાંચે બાળકો ચીખલી ગામના રહેવાસી ભરત સિંહની સંતાન છે. ભરત સિંહની બે પત્નીઓ છે જેમાં પહેલી પત્નીથી તેને ચાર બાળકો છે જયારે બીજી પત્નીથી તેને એક બાળક છે.
આ પણ વાંચો: Video: ગાડી પર સ્ક્રેચ પડ્યો તો માલિકે ચોકીદારના દીકરાને મારી નાખ્યો
આખો મામલો સામે આવ્યા પછી ભરત સિંહ અને તેની પત્નીની શોધ કરવામાં આવી રહી છે પરંતુ તેમનો કોઈ જ પતો નથી લાગ્યો. પોલીસ અનુસાર આ ઘરેલુ કલેશનો મામલો હોય શકે છે પરંતુ ભરત સિંહ અને તેની પત્નીઓ સામે આવ્યા પછી જ આખી વાત સ્પષ્ટ થઇ શકશે. પોલીસે ભરત સિંહ અને તેની પત્નીની શોધ માટે અલગ અલગ જગ્યા પર પોલીસ ટીમ મોકલી છે. આખી ઘટના સામે આવ્યા પછી ગામમાં સનસની ફેલાઈ ચુકી છે અને ગામના લોકો ઘટનાસ્થળ પર આવી રહ્યા છે. પોલીસે પાંચે લાશો કુવામાંથી બહાર કાઢી લીધી છે. પરંતુ લાશોને જોઈને લાગે છે કે પાંચે બાળકોની એવરેજ ઉમર 2 થી 7 વર્ષ વચ્ચે હશે.
આ પણ વાંચો: મધ્યપ્રદેશમાં ત્રણ વર્ષની માસૂમની લાશ મળી, યૌનશોષણની સંભાવના












Click it and Unblock the Notifications
