Video: ગાડી પર સ્ક્રેચ પડ્યો તો માલિકે ચોકીદારના દીકરાને મારી નાખ્યો
મધ્યપ્રદેશના ઇન્દોરમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. અહીં એક ચોકીદારથી બિલ્ડિંગમાં રહેતા વેપારીની ગાડી પર ભૂલથી સ્ક્રેચ લાગી ગયો.
મધ્યપ્રદેશના ઇન્દોરમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. અહીં એક ચોકીદારથી બિલ્ડિંગમાં રહેતા વેપારીની ગાડી પર ભૂલથી સ્ક્રેચ લાગી ગયો. આ વાતથી ગુસ્સે થયેલા વેપારીએ ચોકીદાર અને તેની ગર્ભવતી પત્ની સાથે મારપીટ કરી. જેને કારણે ચોકીદારની પત્નીના ગર્ભમાં રહેલા બાળકની મૌત થઇ ગયી.

આ મામલો ઈંદોરના જૂની ઇન્દોર ચોકીનો છે. ત્રિવેણી કોલોનીના વૃંદાવન ધામ એપાર્ટમેન્ટમાં ચોકીદારનું કામ કરનાર અજય પ્રસાદ ગૌતમથી બિલ્ડિંગમાં રહેતા એક વેપારી મુકેશ વાઘવાનીની ગાડીમાં સ્ક્રેચ લાગી ગયો. ગાડી પર સ્ક્રેચ લાગેલો જોઈને વેપારી એટલો બધો ગુસ્સે થઇ ગયો કે તેને ચોકીદાર સાથે મારપીટ કરવાનું ચાલુ કરી દીધું.
આ પણ વાંચો: Video: પ્રેમિકાને લઈને ભાગવા પર ઊંધો લટકાવી જાનવરોની જેમ પીટાઈ
વિવાદ દરમિયાન વચ્ચે બચાવ કરવા આવેલી ચોકીદારની પત્નીને પણ વેપારીએ ખુબ મારી. આપને જણાવી દઈએ કે ચોકીદાર અજય પ્રસાદની પત્નીના ગર્ભમાં 9 મહિનાના નવજાત બાળકની ગર્ભમાં જ મૌત થઇ ગઈ. તેની ફરિયાદ લઈને અજય અને તેની પત્ની પોલીસ પાસે પણ ગયા. પરંતુ પોલીસે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી નહીં. આપને જણાવી દઈએ કે આ આખી ઘટનાનો વીડિયો બિલ્ડિંગમાં લાગેલા સીસીટીવીમાં રેકોર્ડ થઇ ગયો છે. સીસીટીવી વીડિયો સામે આવ્યા પછી પોલીસે વેપારી સામે કેસ નોંધી લીધો છે.












Click it and Unblock the Notifications
