For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મધ્ય પ્રદેશ ચૂંટણીઃ ભાજપે જાહેર કર્યુ ઘોષણાપત્ર, આપ્યા આ મોટા ચૂંટણી વચનો

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2018 માટે ભારતીય જનતા પાર્ટીએ આજે ભોપાલમાં પક્ષનું ઘોષણાપત્ર જાહેર કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2018 માટે ભારતીય જનતા પાર્ટીએ આજે ભોપાલમાં પક્ષનું ઘોષણાપત્ર જાહેર કર્યુ છે. ભાજપે આ ઘોષણાપત્રને 'દ્રષ્ટિપત્ર' નું નામ આપ્યુ છે. ઘોષણાપત્ર જાહેર થવાના પ્રસંગે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, પક્ષના પ્રદેશ અધ્યક્ષ રાકેશ સિંહ, નાણામંત્રી અરુણ જેટલી અને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સહિત ઘણા વરિષ્ઠ નેતા હાજર રહ્યા.

આ પણ વાંચોઃ અયોધ્યામાં રામ મંદિર અંગે બોલ્યા ભાગવત, 'બહુ જોવાઈ રાહ'આ પણ વાંચોઃ અયોધ્યામાં રામ મંદિર અંગે બોલ્યા ભાગવત, 'બહુ જોવાઈ રાહ'

ભાજપે જાહેર કર્યુ ઘોષણાપત્ર

ભાજપે જાહેર કર્યુ ઘોષણાપત્ર

આ પ્રસંગે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યુ કે ખેડૂતોથી લઈને નવયુવાનો સુધી બધા સાથે સરકાર ઉભી છે.

શિવરાજ સિંહ ચૌહાણે મધ્ય પ્રદેશની જનતા આપ્યા આ વચનો

  • તેમણે કહ્યુ કે મધ્ય પ્રદેશને વિકાસશીલથી વિકસિત બનાવવાનું છે.
  • મૂલ્ય સ્થિરીકરણને વધારીને 2000 કરોડ કરવામાં આવ્યુ છે.
  • કૃષિ સમૃદ્ધિ યોજના હેઠળ નાના ખેડૂતોના ખાતામાં બોનસના પૈસા સીધા જશે.
  • કૃષિ સિંચાઈ વ્યવસ્થા 80 હેક્ટર સુધી હશે.
  • નર્મદા-માલવાના બધા પ્રોજેક્ટ પૂરા થશે.
‘75 ટકાથી વધુ ગુણ લાવનારી છાત્રાઓને સ્કૂટી'

‘75 ટકાથી વધુ ગુણ લાવનારી છાત્રાઓને સ્કૂટી'

  • શિવરાજ સિંહ ચૌહાણે કહ્યુ કે નર્મદા અને ચંબલ એક્સપ્રેસ બનાવશે.
  • તેમણે કહ્યુ કે રોટી, કપડા અને મકાન મળે, સરકાર આ લક્ષ્ય સાથે આગળ વધી રહી છે.
  • દરેક ગરીબને મકાન અપાવવાના સંકલ્પ સાથે સરકાર ચાલી રહી છે.
  • એમપીમાં કૃષિ વિકાસ દર 20 ટકા છે.
  • 12માં ધોરણમાં 75 ટકાથી વધુ ગુણ લાવનાર છાત્રાઓને મફતમાં સ્કૂટી આપવામાં આવશે.
  • સ્કૂલની છાત્રાઓને ફ્રીમાં પ્રવાસ કરવાની સુવિધા આપવામાં આવશે.
‘ગ્વાલિયર અને જબલપુરમાં મેટ્રો લાવશે સરકાર'

‘ગ્વાલિયર અને જબલપુરમાં મેટ્રો લાવશે સરકાર'

  • શિવરાજ સિંહ ચૌહાણે કહ્યુ કે રાજ્યને આઈટી અને મેડીકલના ક્ષેત્રમાં આગળ લાવવાનું કામ કરશે.
  • દર વર્ષે 10 લાખ સ્વરોજગારનો અવસર પેદા કરશે સરકાર.
  • યુવા ઉદ્યમીઓને સ્ટાર્ટઅપની સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે સરકાર.
  • નવા વેતન આયોગની સ્થાપના કરવામાં આવશે.
  • કૃષિ દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાનું કામ સરકાર કરશે.
  • ગ્વાલિયર અને જબલપુરમાં સરકાર મેટ્રો લાવશે.
  • નવી ઈન્ડસ્ટ્રીયલ ટાઉનશીપ સ્થાપિત કરશે.
  • વેપારી કલ્યાણ કોષની સ્થાપના કરવાનું લક્ષ્ય રાખ્યુ.

આ પણ વાંચોઃ હવે વિદેશી રેસલર રેબેલના પગમાં પડી બોલી રાખી, 'બહેનજી માફ કરી દો મને'આ પણ વાંચોઃ હવે વિદેશી રેસલર રેબેલના પગમાં પડી બોલી રાખી, 'બહેનજી માફ કરી દો મને'

English summary
madhya pradesh bjp releases it manifesto as vision document for assembly elections 2018
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X