For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વીડિયો: ચૂંટણીમાં 200-500 રૂપિયા લઈને બ્લાઉઝમાં રાખે છે મહિલાઓ

મધ્યપ્રદેશના કોંગ્રેસ વિધાયક જીતુ પટવારી ફરી એકવાર વિવાદિત નિવેદન આપી ચુક્યા છે, જેને કારણે તેમની ખુબ આલોચના પણ થઇ રહી છે.

|
Google Oneindia Gujarati News

મધ્યપ્રદેશના કોંગ્રેસ વિધાયક જીતુ પટવારી ફરી એકવાર વિવાદિત નિવેદન આપી ચુક્યા છે, જેને કારણે તેમની ખુબ આલોચના પણ થઇ રહી છે. તેમનો એક વીડિયો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેઓ ખુલ્લેઆમ કહી રહ્યા છે કે મહિલાઓનું શુ છે, સામાન્ય રીતે તેઓ બધી જ વસ્તુઓનો વિરોધ કરતા હોય છે, પરંતુ જયારે ચૂંટણી આવે છે ત્યારે તે મહિલાઓ ખુલ્લેઆમ રિશ્વત લે છે.

આ પણ વાંચો: મધ્યપ્રદેશઃ CM શિવરાજ પાસે છે રિવૉલ્વર, જાણો કયા નેતા પાસે કયુ છે હથિયાર?

મહિલાઓ ચૂંટણીમાં 200-500 રૂપિયા લઈને બ્લાઉઝમાં રાખે છે

મહિલાઓ ચૂંટણીમાં 200-500 રૂપિયા લઈને બ્લાઉઝમાં રાખે છે

મધ્યપ્રદેશના કોંગ્રેસ વિધાયક જીતુ પટવારી ઘ્વારા જણાવવામાં આવ્યું કે ચૂંટણી દરમિયાન મહિલાઓ લોકો પાસેથી 200-500 રૂપિયા લઈને આરામથી બ્લાઉઝમાં ધીરેથી છુપાવી લે છે. તેમના આ નિવેદન પર ત્યાં હાજર રહેલી મહિલાઓ ઘ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો, પરંતુ જીતુ પટવારી પોતાની વાત પર અડીગ છે.

પુરુષ વર્ગ દારૂના નશામાં નુકશાન કરે છે

પુરુષ વર્ગ દારૂના નશામાં નુકશાન કરે છે

જીતુ પટવારી પુરુષો પર પણ દારૂ પીવાનો આરોપ લગાવે છે અને કહે છે કે તેઓ દારૂ માટે કઈ પણ કરવા તૈયાર થઇ જાય છે. જીતુ પટવારી આ વીડિયોમાં ભાજપ પર પ્રહાર કરતા જણાવે છે કે ભાજપા ગરીબ વિરોધી પાર્ટી છે, તેઓ તમારી સમસ્યા પર બિલકુલ પણ ધ્યાન નહીં આપે.

જીતુ પટવારીનું વિવાદિત નિવેદન

જીતુ પટવારીનું વિવાદિત નિવેદન

જીતુ પટવારી આ પહેલા પણ ઘણા વિવાદિત નિવેદનો આપી ચુક્યા છે. આ પહેલા પણ ઘણીવાર ઈંદોરના રાઉથી કોંગ્રેસ વિધાયક પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહ્યા છે. હાલમાં તેમનો એક વીડિયો ખુબ જ વાયરલ થયો હતો જેમાં તેઓ કહી રહ્યા હતા કે મારુ ધ્યાન રાખજો, મારી ઈજ્જત રાખજો, પાર્ટી ગઈ તેલ લેવા. તેમના આ નિવેદન અંગે પણ ખુબ જ તીખી આલોચના થઇ હતી.

English summary
Congress MLA Jitu Patwari has stoked yet another controversy in poll-bound Madhya Pradesh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X