ભોપાલ ગેંગરેપ: પીડિતાએ બતાવી હિંમત, પણ આ ક્યારે અટકશે

Written By:
Subscribe to Oneindia News

31 ઓક્ટોબરની સાંજે ભોપાલના હબીબગંજ સ્ટેશનની પાસે ચાર નશામાં ધૂત્ત યુવાનાએ એક 12માં ધોરણમાં ભણતી યુવતી સાથે ગેંગરેપ કર્યો. ત્રણ કલાક સુધી યુવતી પર અત્યાર થયો. પણ આ તમામ બાદ યુવતીએ પાસેના પોલીસ સ્ટેશનમાં જઇને ફરિયાદ નોંધાવી અને યુવકોનું આબેહૂબ વર્ણન કરવાથી પોલીસે યુવતીની મદદથી એક આરોપીને તાત્કાલિક પકડવામાં સફળ પણ ગઇ. યુવતીએ પોલીસને જણાવ્યું તે મુજબ તે 12માં ધોરણના અભ્યાસ પછી ભોપાલમાં યુપીએસસીનું કોચિંગ લઇ રહી હતી. 31 ઓક્ટોબરના રોજ સાંજે સાત વાગ તે એમપી નગર રેલ્વે લાઇન પાસેથી હબીબગંજ સ્ટેશન જઇ રહી હતી ત્યારે એક યુવકે તેને રસ્તામાં રોકી અને પાછળથી તેના બીજા મિત્રએ પણ ખેંચીને યુવતીને પાસેના નાળા તરફ લઇ ગયા જ્યાં તેમણે પહેલા તો પથ્થરથી મને મારી અને પછી મારા હાથ બાંધી મારી સાથે દુષ્કર્મ કર્યું. જે બાદ બીજા બે યુવકો પણ મારી સાથે દુષ્કર્મ કર્યું અને મારો ફોન, સોનાની બુટ્ટી અને મારી વોચ લઇને મને છોડીને જતા રહ્યા.

Bhopal

આ તમામ પછી યુવતી જાતે નજીકના પોલીસ સ્ટેશન જઇને તેના પિતાને ફોન કરી સ્ટેશન બોલાવીને સમગ્ર ફરિયાદ નોંધાવી. યુવતી કહ્યું કે અમર અને ગોલુ નામના યુવકો અને તેના અન્ય બે સાથીઓ તેમ કુલ ચાર લોકોએ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું તે પણ 3 કલાક સુધી. ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં 3 આરોપીઓને પકડવામાં આવ્યા છે. 25 વર્ષીય ગોલુ અને 25 વર્ષના અમરને પકડ્યા પછી 50 વર્ષના રાજેશ ઉર્ફ ચેતરામની પણ ધરપકડ કરવામાં આવી છે. અને ચોથો આરોપી રમેશ ફરાર છે જેની તપાસ ચાલી રહી છે. વધુમાં આરોપીઓથી જાણવા મળ્યું છે કે તેમને દારૂ અને જુગારની લત હતી. અને આ ઘટના પછી તેમના પરિવારે પણ આરોપીઓથી મોં ફેરવી લીધું છે.

English summary
Madhya pradesh girl student gangraped in bhopal. Read More Detail here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.