For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મારી કાર પર ‘મામા શિવરાજ’ ના ચેલાઓએ ઈંડા ફેંક્યા: હાર્દિક પટેલ

હાર્દિક પટેલે આરોપ લગાવ્યો છે કે જબલપુર પ્રવાસ દરમિયાન તેની પર હુમલો કરવામાં આવ્યો અને કાર પર ઈંડા ફેંકવામાં આવ્યા.

|
Google Oneindia Gujarati News

ખેડૂત આંદોલનના એક વર્ષ બાદ મધ્યપ્રદેશનું મંદસૌર ચર્ચામાં છે. કોંગ્રેસ ખેડૂતોના ખભે ચડીને સત્તા સુધી પહોંચવાના પ્રયત્નમાં છે. ખેડૂત આંદોલનને આગળ વધારવા માટે કોંગ્રેસ અને રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી મંદસૌર પણ ગયા હતા જ્યાં તેમણે વર્ષ પહેલા ખેડૂત આંદોલન દરમિયાન માર્યા ગયેલા 6 ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપી. જ્યારે બીજી તરફ પાટીદાર નેતા હાર્દિક પટેલ પણ મધ્યપ્રદેશમાં સક્રિય છે અને 7 તારીખે જબલપુરમાં સભાને સંબોધિત કરવા પહોંચ્યા હતા. પરંતુ હાર્દિક પટેલે આરોપ લગાવ્યો છે કે જબલપુર પ્રવાસ દરમિયાન તેની પર હુમલો કરવામાં આવ્યો અને કાર પર ઈંડા ફેંકવામાં આવ્યા.

શિવરાજ સરકાર પર નિશાન

શિવરાજ સરકાર પર નિશાન

આ હુમલાની જાણકારી હાર્દિક પટેલે ટ્વિટ કરીને આપી અને શિવરાજ સરકાર પર નિશાન સાધ્યુ. હાર્દિક પટેલે કહ્યુ કે તેની કારને નિશાન બનાવવામાં આવી અને તે સમયે પોલિસ પણ ત્યાં હાજર હતી. હાર્દિક પટેલે ટ્વિટ કરીને શિવરાજ સરકાર પર હુમલો કર્યો.

હાર્દિક પટેલનો શિવરાજ પર હુમલો

હાર્દિક પટેલનો શિવરાજ પર હુમલો

હાર્દિક પટેલે કહ્યુ કે આજે ખેડૂત આંદોલન કરી રહ્યો છે. તેમની ભાજપ સરકાર પાસે માંગ છે કે ખેડૂતોને પોતાના પાકના ભાવ જાતે નક્કી કરવાનો અધિકાર મળે. ખેડૂતોને 60 વર્ષની વય પૂર્ણ થવા પર શાસન દ્વારા ખેડૂત પેન્શન યોજના લાગૂ કરવી જોઈએ જેથી ખેડૂતો ખુશીથી જીવી શકે.

ખેડૂતોને પોતાના પાકના ભાવ જાતે નક્કી કરવાનો અધિકાર મળે

હાર્દિક પટેલે કહ્યુ કે આજે ખેડૂત આંદોલન કરી રહ્યો છે. તેમની ભાજપ સરકાર પાસે માંગ છે કે ખેડૂતોને પોતાના પાકના ભાવ જાતે નક્કી કરવાનો અધિકાર મળે. ખેડૂતોને 60 વર્ષની વય પૂર્ણ થવા પર શાસન દ્વારા ખેડૂત પેન્શન યોજના લાગૂ કરવી જોઈએ જેથી ખેડૂતો ખુશીથી જીવી શકે.

ભાજપ મધ્યપ્રદેશમાં પાગલ થઈ રહ્યુ છે

ભાજપ પૂરી રીતે મધ્યપ્રદેશમાં પાગલ થઈ રહ્યુ છે. પોલિસની હાજરીમાં અમારા કાફલા પર પત્થર ફેંકવામાં આવ્યા. મામા શિવરાજના રાજમાં ભાજપના કાર્યકર્તા ગુંડા બનીને ફરી રહ્યા છે. આજે ખબર પડી કે હું બાળક નથી. જબલપુરમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ રહે છે અને બધા પાગલ થઈ ગયા છે.

English summary
Madhya Pradesh Hardik Patel blames cm Shivraj singh chauhan for egg attack on car
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X