For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફરી કોંગ્રેસના સંકટમોચક બનશે ડીકે શિવકુમાર, બાગી ધારાસભ્યોને મનાવવાની કોશિશ કરી

ફરી કોંગ્રેસના સંકટમોચક બનશે ડીકે શિવકુમાર, બાગી ધારાસભ્યોને મનાવવાની કોશિશ કરી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશમાં ચાલી રહેલ રાજકીય ડ્રામા બાદ કોંગ્રેસની સરકાર સંકટમાં ફસાઈ ગઈ છે. જો કે મુખ્યમંત્રી કમલનાથ દાવો કરી રહ્યા છે કે સરકાર સુરક્ષિત છે અને તેમની પાસે બહુમત છે, પરંતુ ધારાસભ્યો અને જ્યોતિરાદિત્ય સિંધિયાના રાજીનામા બાદ મધ્ય પ્રદેશની રાજનીતિમાં ભૂકંપ આવી ગયો છે. ધારાસભ્યોને મનાવવા અને કમલનાથ સરકારને બચાવવાની જવાબદારી ફરી એકવાર કોંગ્રેસના સંકટમોચક ડીકે શિવકુમારને સોંપવામાં આવી છે.

dk shivkumar

અગાઉ પણ કેટલીયવાર કોંગ્રેસ માટે સંકટમોચકની ભૂમિકા નિભાવનાર ડીકે શિવકુમારને આ વખતે પણ બાગી ધારાસભ્યોને મનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. કોંગ્રેસના આલાકમાને ફરી એકવાર શિવકુમાર પર ભરોસો જતાવ્યો છે અને નારાજ ધારાસભ્યોને મનાવી પાર્ટીમાં પરત લાવવાની મહત્વની ભૂમિકા સોંપી છે.

અગાઉ કર્ણાટક સંકટ દરમિયાન તેમણે મોટી ભૂમિકા નિભાવી હતી. જે બાદથી જ ડીકે શિવકુમારનું નામ મીડિયામાં છવાઈ ગયું હતું.

જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું, મોદી-શાહને મળ્યાજ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું, મોદી-શાહને મળ્યા

ફરી એકવાર કોંગ્રેસે શિવકુમારને મહત્વની જવાબદારી સોંપી છે. એવામાં જોવાનું રહેશે કે તેઓ આ વખતે કોંગ્રેસ માટે સંકટમોચક બની શકે છે કે નહિ. શિવકુમાર રાજનૈતિક મેનેજમેન્ટમાં ઘણા નિપુણ માનવામાં આવે છે. જેવી રીતે તેમણે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બચાવી હવે તેમના પર મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની સરકાર બચાવવાની જવાબદારી સોંપવામાં આવી છે.

ગુજરાત સાથે જોડાયા છે જ્યોતિરાદિત્ય સિંધિયાના રાજીનામાના તાર, વડોદરામાં બન્યો પ્લાનગુજરાત સાથે જોડાયા છે જ્યોતિરાદિત્ય સિંધિયાના રાજીનામાના તાર, વડોદરામાં બન્યો પ્લાન

જણાવી દઈએ કે કોંગ્રેસથી નારાજ જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમના ખેમાના ધારાસભ્યોએ પાર્ટીથી રાજીનામું આપી દીધું છે. ધારાસભ્યો અને સિંધિયા બાદથી મધ્ય પ્રદેશની સરકાર અસ્થિર થઈ ગઈ છે. સરકારે બહુમત હાંસલ કરવો પડશે. જો કે મુખ્યમંત્રી કમલનાથ દાવો કરી રહ્યા છે કે તેમની પાસે બહુમત છે, પરંતુ આગામી કેટલાક દિવસોમાં જ સ્પષ્ટ થઈ જશે કે સિંધિયાના દાવથી મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની સરકાર ટકી શકે છે કે પછી ફરી એકવાર શિવરાજ સિંહ ચૌહાણ મધ્ય પ્રદેશની સત્તામાં પરત ફરશે.

English summary
madhya pradesh political crisis: DK Shivkumar's responsibility to save congress
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X