For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભોપાલમાં રહસ્યમ સંજોગોમાં મળ્યો ક્રિકેટરનો મૃતદેહ

By Super
|
Google Oneindia Gujarati News

madhya pradesh map
ભોપાલ, 22 ઑક્ટોબરઃ સ્થાનિક ક્રિકેટની સૌથી મોટી સીરીઝના ક્રિકેટર રાજા અલીનો મૃતદેહ મધ્યપ્રદેશના ભોપાલમાંથી મળી આવ્યો છે. પોલીસને આ મૃતદેહ ભોપાલના કર્બલા રોડ પરથી મળ્યો છે. પોલીસે રાજા અલીના મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. પોલીસે સ્થળ પરથી રાજા અલીની બાઇક મળી આવી છે, હાલ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે આ પાછળ અંગત અદાવત હોવાની આશંકા વ્યક્ત કરી છે.

મળેલી માહિતી અનુસાર, રાજા અલી મધ્ય રેલવે તરફથી રણજી રમતા હતા. મેદાન પર સારું ક્રિકેટ રમનાર રાજાનું મોત અનેક પ્રકારના પ્રશ્નો ઉભા કરે છે. ગત રાત્રે જે સ્થળેથી રાજાનો મૃતદેહ અને બાઇક મળી આવી છે તેનાથી એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે સંભવતઃ રાજાનું મોત બીમારીના કારણે પણ થયું હશે.

પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મોતાના કારણો જાણી શકાશે અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે. હાલ પોલીસે અંગત અદાવતને કેન્દ્રમાં રાખી પરિવાર અને મિત્રોની પૂછપરછ કરવામાં આવી રહી છે.

English summary
Ranji Trophy cricketer Raja Ali found dead with his bike on VIP Road in Bhopal, capital of Madhya Pradesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X