For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IIT, IIM, મેડિકલ અને એન્જિનિયરીંગની છાત્રાઓની ફી મધ્ય પ્રદેશની શિવરાજ સિંહ સરકાર ભરશે

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર મોતીલાલ નહેરુ સ્ટેડિયમમાં થયેલ નારી તૂ નારાયણી કાર્યક્રમમાં મહિલાઓને ઘણી ભેટ આપી.

|
Google Oneindia Gujarati News

ભોપાલઃ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર મોતીલાલ નહેરુ સ્ટેડિયમમાં થયેલ નારી તૂ નારાયણી કાર્યક્રમમાં મહિલાઓને ઘણી ભેટ આપી. તેમણે એલાન કર્યુ કે રાજ્યની 38 લાખ લાડલી લક્ષ્મીઓની આઈઆઈટી, આઈઆઈએમ, મેડિકલ અને એન્જિનિયરીંગના અભ્યાસની ફી સરકાર ભરશે. આ ઉપરાંત ઉમંગ યોજનામાં ધોરણ 9, 10 અને 11માં ધોરણના છોકરાઓને છોકરીનુ સમ્માન કરવાના સંસ્કાર શીખવાડવામાં આવશે. પુરુષ પ્રધાન માનસિકતાને બદલવા માટે પ્રેરિત કરવામાં આવશે.

Shivraj Singh Chauhan

તેમણે કહ્યુ કે 100 કરોડ રૂપિયાની કિંમતે નારી સમ્માન કોષ સ્થાપિત થશે. છાત્રાઓની કરિયર કાઉન્સેલિંગ થશે. નવી સંપત્તિ બહેન, મા, દીકરી, પત્નીના નામે ખરીદવા પર રજિસ્ટ્રેશનમાં બે ટકાની છૂટ આપવામાં આવશે. આવાસ યોજનામાં પતિ-પત્ની બંનેનુ નામ હશે. ચાવી સંયુક્ત રીતે આપવામાં આવશે. રાજ્યના બધા જિલ્લા ચિકિત્સાલયો અને મેડિકલ કૉલેજથી સંબંધ્ધ હોસ્પિટલોમાં વિમેન હેલ્પ ડેસ્ક અલગથી ખોલવામાં આવશે.

કૉન્ટ્રાક્ટ પર કામ કરતી મહિલાઓને હવે 180 દિવસની પ્રસૂતિની રજા મળશે. સહાય યોજનાની લાભાર્થી મહિલાઓને બે બાળકોના જન્મ પર પ્રસવ પહેલા 4 હજાર રૂપિયા અને જન્મ બાદ 12 હજાર રૂપિયા એટલે કે 16 હજાર રૂપિયા આપવામાં આવશે જેથી બાળક અને માતા બંને સ્વસ્થ રહે. બધા જિલ્લામાં મહિલા પોલિસ સ્ટેશન સુનિશ્ચિત કરવામાં આવશે. રાજ્યના 1600 આરોગ્ય કેન્દ્ર બનશે. પ્રસૂતિ સુવિધાઓનો વિસ્તાર થશે. નગર નિગમોમાં કાર્યરત અસ્થાયી મહિલા સફાઈકર્મીઓને પણ સપ્તાહમાં એક દિવસની રજા મળશે.

હિમાચલના ચંબામાં બસ ખીણમાં પડી જતા 7ના મોત, 10 ઘાયલહિમાચલના ચંબામાં બસ ખીણમાં પડી જતા 7ના મોત, 10 ઘાયલ

English summary
Madhya Pradesh: Shivraj Singh Chauhan government to pay fees for IIT, IIM, medical and engineering students.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X