For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દતિયાના DM, SP સહિત શ્રેષ્ઠ અધિકારીઓ સસ્પેન્ડ, મૃતકોની સંખ્યા 115 થઇ

|
Google Oneindia Gujarati News

ભોપાલ/નવી દિલ્હી, 15 ઓક્ટોબર: રતનગઢ મંદિર પાસે થયેલી નાસભાગના કારણે સર્જાયેલી કરુણાંતિકાના પગલે મધ્યપ્રદેશ સરકારે સોમવારે રાત્રે દતિયાના જિલ્લા અધિકારી ઉપરાંત ત્રણ વરિષ્ઠ અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે.

આ ઘટનામાં 115 શ્રદ્ધાળુઓના મોત થયા છે, અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થઇ ગયા છે. આ નિર્ણય ચૂંટણી પંચની મંજૂરી લીધા બાદ લેવામાં આવ્યો છે. કારણ કે રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદથી જ આચાર સંહિતા લાગુ થઇ ગઇ છે.

દતિયાના જિલ્લા અધિકારી સંકેત ભોંદવે, પોલીસ અધીક્ષક સીએસ સોલંકી, એસડીએમ મહિપ તેજસ્વી અને એસડીઓપી બીએન બસાવેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે આજે દિવસે રાજ્ય ચૂંટણી પંચ સાથે પરામર્શ કર્યું કે તે દતિયાના જિલ્લા અધિકારી, પોલીસ અધીક્ષક, સબ ડિવિઝનલ મેઝિસ્ટ્રેટ, સબ ડિવિઝનલ પોલીસ અધિકારી અને સેવધા પોલીસ સ્ટેશનના આખા સ્ટાફને આ ઘટનાના સંબંધમાં સસ્પેન્ડ કરી દે.

જોકે જિલ્લા અધિકારી જિલ્લા ચૂંટણી અધિકારી પણ છે માટે રાજ્ય સરકાર મધ્યપ્રદેશ સરકાર મુખ્ય ચૂંટણી અધિકારીની સાથે સંપર્કમાં હતી. તેણે બીજા અધિકારીનું નામ સૂચવ્યું હતું અને ચૂંટણી પંચે રઘુરાજના નામને મંજૂરી આપી દીધી છે.

datiya
ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું કે આરકે મરાઠે દતિયાના નવા પોલીસ અધીક્ષક રહેશે. અધિકારીક સૂત્રોએ જણાવ્યું કે જિલ્લા અધિકારી, પોલીસ અધીક્ષક અને અન્ય અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો નિર્ણય મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના દતિયા મુલાકાત બાદ લેવામાં આવ્યો.

મુખ્યમંત્રી રવિવારે થયેલી આ ઘટનાનું નિરીક્ષણ કરવા માટે દતિયા ગયા હતા. મુખ્યમંત્રીએ સ્થિતિનું નીરિક્ષણ કર્યા બાદ આ નાસભાગ માટે પ્રાથમિક રીતે આ અધિકારીઓને જવાબદાર ગણાવ્યા. રાજ્યમાં આવતા મહિને વિધાનસભા ચૂંટણી થવાની છે.

આ ઘટનાની તપાસ રિપોર્ટ બે મહિનામાં આવી જશે અને તેના 15 દિવસ બાદ કાર્યવાહી શરૂ કરવામાં આવશે. ચૌહાણ ઘટનાસ્થળ પર જવા માંગતા હતા પરંતુ ચૂંટણી પંચની પરવાનગી નહીં મળવાના કારણે તેઓ ત્યાં જઇ શક્યા નહીં.

English summary
The toll in a horrific stampede at a Durga temple in Madhya Pradesh's Datia Monday rose to 115. The state government, which ordered a judicial probe, suspended four top district officials after the poll panel's nod.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X