રાજીવ ગાંધીની હત્યામાં દોષી નલિની એક મહિના માટે આઝાદ
પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની હત્યા મામલે સજા ભોગવી રહેલી નલિની શ્રીહરણ જેલથી બહાર આવી ચુકી છે.
પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની હત્યા મામલે સજા ભોગવી રહેલી નલિની શ્રીહરણ જેલથી બહાર આવી ચુકી છે. મદ્રાસ હાઇકોર્ટે તેને 30 દિવસની પેરોલ આપી છે. ત્યારપછી ગુરુવારે તે જેલથી બહાર આવી ચુકી છે. નલિનીએ હાઇકોર્ટ પાસે 6 મહિનાની પેરોલ માંગી હતી, જેથી તેઓ દીકરીના લગ્નની તૈયારીઓ કરી શકે પરંતુ કોર્ટે ફક્ત 30 દિવસની મંજૂરી આપી છે.

આપને જણાવી દઈએ કે નલિનીની દીકરી લંડનમાં રહે છે. રાજીવ ગાંધી હત્યાકાંડ મામલે ઉમરકેદની સજા ભોગવી રહેલા સાત દોષીઓમાં પેરારીવલન, મારુગન, નલિની, શાન્તન, રવિચંદ્રન, જયકુમાર અને રોબર્ટ પાયસ શામિલ છે. આ બધા જ 21 મેં 1991 થી પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની હત્યાના સંબધંમાં જેલમાં છે.
આ પણ વાંચો: ગાંધી પરિવાર અને કોંગ્રેસની આ વાતથી દુખી હતાં શીલા દીક્ષિત, ઈન્ટર્વ્યૂમાં કર્યો હતો ખુલાસો












Click it and Unblock the Notifications
