Maha Kumbh Mela 2025 : મહાકુંભમાં મુસ્લિમોને એન્ટ્રી અપાશે કે કેમ? જાણો શું કહ્યું સીએમ યોગી આદિત્યનાથે?
CM Yogi Adityanath On Maha Kumbh 2025 : પ્રયાગરાજમાં યોજાઈ રહેલા મહા કુંભ મેળા માટે તૈયારીઓને આખરી ઓપ આરી દેવાયો છે. 13 જાન્યુઆરીથી મહા કુંભની શરૂઆત થશે.
મહા કુંભ મેળામાં મુસ્લિમોને એન્ટ્રી આપવા મુદ્દે સતત વિવાદ થઈ રહ્યો છે ત્યારે સીએમ યોગી આદિત્યનાથે આ મુદ્દે નિવેદન આપ્યુ છે.

મહા કુંભ મેળામાં મુસ્લિમોના પ્રવેશ અંગે વાત કરતા યોગી આદિત્યનાથે કહ્યું કે, જે લોકોને ભારત અને ભારતીયતા પ્રત્યે, ભારતની શાશ્વત પરંપરા પ્રત્યે આદર અને શ્રદ્ધા છે તેમણે પ્રયાગરાજ મહાકુંભમાં આવવું જોઈએ.
યોગીએ આગળ જણાવ્યુ કે, પરંતુ જો કોઈ અહીં આવવા માંગે છે અથવા ખરાબ માનસિકતા સાથે અહીં આવે છે તો મને લાગે છે કે તેની લાગણીઓ પણ સારી નહીં હોય. તેની સાથે એવી જ રીતે વર્તાવ થશે. આ સ્થિતિમાં આવા લોકો ન આવે તો સારું, પણ ભક્તિ સાથે આવનાર દરેક વ્યક્તિનું પ્રયાગરાજમાં સ્વાગત છે.
આજતકના એક કાર્યક્રમમાં યોગીએ કહ્યું કે, જે કોઈ પોતાને ભારતીય માને છે અને ભારતીય સનાતન પરંપરામાં વિશ્વાસ રાખે છે, એવા ઘણા લોકો છે, જેમણે કોઈક સમયે, કોઈક દબાણ હેઠળ, પૂજા પદ્ધતિ બદલી છે, જે તેમના પૂર્વજોએ અપનાવ્યું હતું.
તેમણે મુસ્લિમ રૂપમાં ઇસ્લામ સ્વીકાર્યો હતો અને આજે પણ તેઓ ભારતીય પરંપરા પર ગર્વ અનુભવે છે અને તેમના ગોત્રને ભારતીય ઋષિઓના નામ સાથે જોડે છે અને તેઓ તે જ રૂપમાં તહેવારો અને ઉજવણીઓમાં ભાગ લે છે. જો તે લોકો સંગમમાં સ્નાન કરવા આવે તો કોઈ નુકસાન નથી. તેમનું ખુલ્લા હાથે સ્વાગત કરાશે. તેમને આવવા દો...અહીં પવિત્ર સ્નાન કરો, કોઈ સમસ્યા નથી.
યોગીએ વધુમાં કહ્યું કે, જો કોઈ અહીં આવીને કહે કે આ અમારી જમીન છે અને અમે તેના પર કબજો કરીશું તો મને લાગે છે કે તેમને ડેન્ટિંગ-પેઇન્ટિંગનો સામનો કરવો પડી શકે છે.
क्या महाकुंभ के मेले में मुसलमान दुकान लगा सकेंगे? सीएम @myogiadityanath ने इस सवाल पर क्या जवाब दिया
— AajTak (@aajtak) January 10, 2025
#AajTakDharmSansad #MahaKumbh #MahaKumbh2025 #AajTakatKumbh @SwetaSinghAT pic.twitter.com/EdOC5QZSXb
મુસ્લિમો મહાકુંભમાં દુકાનો નહીં લગાવી શકે કે નહીં તેનો જવાબ આપતા સીએમ યોગીએ કહ્યું કે, જે કોઈને ભારતના સનાતન પ્રત્યે સારી લાગણી છે, તે અહીં આવી શકે છે.
જો કોઈ અહીં ખોટી માનસિકતા સાથે આવે છે તો તેની સાથે અલગ રીતે વર્તન કરવામાં આવશે. જે લોકો પોતાને ભારતીય માને છે અને સનાતનમાં શ્રદ્ધા ધરાવે છે તેમણે અહીં આવવું જોઈએ.












Click it and Unblock the Notifications
