For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'શકુનિ મામા'ના રહસ્યમયી પાસાંનુ શું હતો રાઝ? હાથી દાંત કે મૃત પિતાના હાડકાં?

|
Google Oneindia Gujarati News

Shakuni Mama: જ્યારથી મહાભારતમાં શકુની મામાની મહત્વની ભૂમિકા ભજવનાર ગૂફી પેન્ટલની તબિયત વિશે અપડેટ આવ્યું છે ત્યારથી જ તેમની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. તે એક એવો અભિનેતા છે જેણે મહાભારતમાં શકુની મામાનું પાત્ર ભજવીને તેમાં જીવ રેડી દીધો હતો.

આ પાત્ર વિશે ઘણી એવી વાતો છે જે આજે પણ ઘણા લોકો નથી જાણતા. શકુની મામાને મહાભારતનો ખલનાયક કહેવામાં આવે તો ખોટું નહીં હોય. મહાભારતના યુદ્ધમાં તેમની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે મુખ્ય પાત્ર છે.

Shakuni mama

Shani Vakri June 2023: શનિ 17 જૂનથી થશે વક્રી, આ રાશિઓની વધશે મુશ્કેલી, આવશે ખરાબ સમયShani Vakri June 2023: શનિ 17 જૂનથી થશે વક્રી, આ રાશિઓની વધશે મુશ્કેલી, આવશે ખરાબ સમય

જ્યારે મહાભારતના મહત્વના પાત્ર શકુની મામાની વાત આવે છે ત્યારે તેમના પાસાં કેવી રીતે પાછળ રહી શકે. શકુની મામા હંમેશા જુગારમાં કપટી યુક્તિઓ અજમાવા માટે જાણીતા હતા. તે ચૌસર એટલે કે જુગારમાં માહેર હતો. શકુની મામા જ્યારે પણ જુગાર રમતા ત્યારે જીતતા. તેનું કારણ તેના રહસ્યમય પાસાં હતા. જો કે આ અંગે લોકોના અલગ-અલગ મંતવ્યો છે.

પાસાં હંમેશા શકુનિ મામાની આજ્ઞા પાળતા. આ એટલા માટે હતું કારણ કે પાસાં તેના મૃત પિતાની કરોડરજ્જુના હાડકામાંથી બનાવવામાં આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે તેના પિતાની આત્મા શકુની મામાના પાસાંમાં રહેતી હતી. મરતા પહેલા શકુનીના પિતાએ તેને કહ્યું હતું કે મારા મૃત્યુ પછી તું મારા હાડકામાંથી પાસા બનાવજે. આ પાસાં હંમેશા તારી આજ્ઞાનુ પાલન કરશે. આ જ કારણ હતું કે શકુની મામાને ક્યારેય જુગારમાં કોઈ હરાવી શક્યું નહીં.

Gufi Paintal: મહાભારતના શકુની મામાની હાલત નાજુક, હોસ્પિટલમાં ભરતી, જાણો એક એપિસોડ માટે કેટલી મળતી હતી ફીGufi Paintal: મહાભારતના શકુની મામાની હાલત નાજુક, હોસ્પિટલમાં ભરતી, જાણો એક એપિસોડ માટે કેટલી મળતી હતી ફી

જો કે શકુનીના પાસાનું રહસ્ય મહાભારતના કાવ્યમાં પણ જણાવવામાં આવ્યું નથી. આ માહિતી ફક્ત લોકકથાઓમાં જ આપવામાં આવી છે. ઘણા લોકો માનતા હતા કે શકુનીના પાસાં હાથીના દાંતથી બનેલા હતા. ઘણા લોકોનું માનવું હતું કે શકુનીમાં જાદુઈ શક્તિઓ હતી, જેના કારણે તે પાસાંને નિયંત્રિત કરતો હતો.

Chanakya Niti: બીજાના દુઃખ-દર્દની પરવા નથી કરતા આ ત્રણ પ્રકારના લોકો, હોય છે ખૂબ જ સ્વાર્થીChanakya Niti: બીજાના દુઃખ-દર્દની પરવા નથી કરતા આ ત્રણ પ્રકારના લોકો, હોય છે ખૂબ જ સ્વાર્થી

English summary
Mahabharat Shakuni mama dice interesting facts and untold story
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X