For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રઃ એનસીપી-કોંગ્રેસના ચાર ધારાસભ્ય આજે ભાજપમાં શામેલ થઈ શકે છે

મહારાષ્ટ્રમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની છે એવામાં ચૂંટણી પહેલા રાજ્યામાં રાજકીય હલચલ વધી ગઈ છે.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની છે એવામાં ચૂંટણી પહેલા રાજ્યામાં રાજકીય હલચલ વધી ગઈ છે. અહીં કોંગ્રેસ અને એનસીપીને મોટો ઝટકો લાગ્યો છે. મંગળવારે કોંગ્રેસ-એનસીપીના ચાર ધારાસભ્યોએ સ્પીકરને પોતાનુ રાજીનામુ સોંપી દીધુ હતુ. માહિતી અનુસાર આ બધા ધારાસભ્ય આજે ભારતીય જનતા પાર્ટીમાં શામેલ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે એનસીપીના ધારાસભ્ય સંદીપ નાઈક, શિવેન્દ્ર રાજે ભોંસલે, વૈભવ પિચડ અને કોંગ્રેસના કાલીદાસ કોલાંબરે મંગળવારે પોતાનુ રાજીનામુ સોંપી દીધુ હતુ ત્યારબાદ આ જે આ ચારે ભાજપમાં શામેલ થઈ શકે છે.

sharad pawar

જોવાની વાત એ છે કે થોડા દિવસો પહેલા ભાજપ નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી ગિરીશ મહાજને મોટો દાવો કર્યો હતો. ગિરીશ મહાજને દાવો કર્યો હતો કે કોંગ્રેસ અને એનસીપીના ઓછામાં ઓછા 50 ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના સંપર્કમાં છે. મહારાષ્ટ્રમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની છે જેના કારણે અહીં પણ રાજકીય ઉથલપાથલનો દોર શરૂ થઈ ગયો છે. ભાજપના નેતાના દાવા મુજબ લગભગ એક મહિના પહેલા એનસીપીના વરિષ્ઠ નેતા ચિત્રા વાઘે કહ્યુ હતુ કે તે ભાજપમાં શામેલ થવા ઈચ્છે છે કારણકે એનસીપીમાં તેમનુ કોઈ ભવિષ્ય નથી.

જો કે ભાજપ નેતાના દાવા વચ્ચે શરદ પવારે હાલમાં જ કહ્યુ હતુ કે ભાજપ એનસીપી-કોંગ્રેસને હરાવવા માટે સરકારી તંત્રનો દુરુપયોય કરી રહ્યા છે. શરદ પવારે કહ્યુ હતુ કે મહારાષ્ટ્રની 288 વિધાનસભા સીટોમાંથી 240 સીટો પર અમારી વચ્ચે સંમતિ બની ગઈ છે. વળી, ભાજપ નેતા પવારે આ આરોપોને ફગાવી દીધા હતા.

આ પણ વાંચોઃ ટ્રિપલ તલાક બિલ રાજ્યસભામાં પાસ થયું, પક્ષમાં 99 અને વિરોધમાં 84 વોટ પડ્યાઆ પણ વાંચોઃ ટ્રિપલ તલાક બિલ રાજ્યસભામાં પાસ થયું, પક્ષમાં 99 અને વિરોધમાં 84 વોટ પડ્યા

English summary
Maharashtra: 4 NCP and Congress Mla who resigned likely to join BJP today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X