મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીઃ શિવસેનામાં જોડાયા સલમાનના બૉડીગાર્ડ શેરા
બોલિવુડ અભિનેતા સલમાન ખાનના બૉડીગાર્ડ શેરા પણ રાજકારણમાં ઉતરી આવ્યા છે. શેરા શિવસેનામાં શામેલ થઈ ગયા છે.
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને હવે માત્ર થોડાક જ દિવસો બચ્યા છે. આજે એટલે કે શનિવારે ચૂંટણી પ્રચારનો પણ અંતિમ દિવસ છે. પાર્ટીઓએ છેલ્લા સમય સુધી મતદારોને પોતાના પક્ષમાં લેવાની ભરપૂર કોશિશો કરી છે. આ કડીમાં બોલિવુડ અભિનેતા સલમાન ખાનના બૉડીગાર્ડ શેરા પણ રાજકારણમાં ઉતરી આવ્યા છે. શેરા શિવસેનામાં શામેલ થઈ ગયા છે.

સેરા શુક્રવારે સવારે પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને યુવા સેનાના અધ્યક્ષ આદિત્ય ઠાકરેની હાજરીમાં શિવસેનામાં શામેલ થયા છે. આનો ફોટો શિવસેનાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર પણ શેર કર્યો છે. આ ફોટામાં જોઈ શકાય છે કે શેરાના ખભે ભગવા રંગનુ કપડુ છે. આ સાથે તેમના હાથોમાં પણ તલવાર દેખાઈ રહી છે. શિવસેનાએ શેરાના ઘણા ફોટા શેર કર્યા છે. માહિતી માટે જણાવી દઈએ કે મહારાષ્ટ્ર ભાજપ અને શિવસેના સાથે ચૂંટણી લડી રહ્યા છે.
अभिनेते सलमान खान जी यांचे निष्ठावंत व विश्वासू गुरमीत सिंग उर्फ शेरा जी यांनी आज मातोश्री निवासस्थानी येथे शिवसेना पक्षप्रमुख मा. श्री. उद्धव साहेब ठाकरे आणि युवासेनाप्रमुख @AUThackeray यांच्या उपस्थितीत शिवसेनेत जाहीर प्रवेश केला. pic.twitter.com/UQ2YN4CAnp
— ShivSena - शिवसेना (@ShivSena) 18 October 2019
શેરા છેલ્લા 22 વર્ષથી સલમાન ખાનના બૉડીગાર્ડ છે. તેમને સલમાનના સૌથી ભરોસાપાત્ર બૉડીગાર્ડ માનવામાં આવે છે. શેરાનુ અસલી નામ ગુરમીત સિંહ જૉલી છે. રાજ્યમાં 21 ઓક્ટોબરે મતદાન થશે. મહારાષ્ટ્રમાં એકજ તબક્કામાં વિધાનસભાની 288 સીટો પર મતદાન થશે. આ દિવસે હરિયાણામાં પણ 90 સીટો માટે વિધાનસભા ચૂંટણી થવાની છે. મતદાનના ત્રણ દિવસ બાદ એટલે કે 24 ઓક્ટોબરે બંને રાજ્યોના ચૂંટણી પરિણામ આવશે.












Click it and Unblock the Notifications
