maharashtra assembly election 2024: BJP MLA નિતેશ રાણે અંગે AIMIM નેતા ઈમ્તિયાઝ જલીલે આપ્યું શરમજનક નિવેદન
maharashtra assembly election 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખો થોડા દિવસોમાં જાહેર થઈ શકે છે. આવામાં મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. આવા સમયે નેતાઓ એક બીજા પર આરોપ લગાવતા રહે છે.
ક્યારેક તેઓ આવેશમાં આવીને અતિ શરમજનક નિવેદનો પણ આપી દે છે. આવું જ એક નિવેદન AIMIM નેતા ઈમ્તિયાઝ જલીલે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય નિતેશ રાણા અંગે શરમજનક નિવેદન આપ્યું છે.
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય વાતાવરણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. નેતાઓ વચ્ચે વાક યુદ્ધ છેડાયું છે.
ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસલમીનના નેતા ઈમ્તિયાઝ જલીલે મહારાષ્ટ્રના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય નીતીશ રાણે વિશે શરમજનક નિવેદન આપ્યું છે.
ઈમ્તિયાઝ જલીલે જણાવ્યું હતું કે, ઓવૈસી સાહેબના પાયજામાની સાઈઝ ટીંગુ કરતા પણ મોટું છે. જલીલે ભાજપના ધારાસભ્ય નીતીશ રાણેને અપમાનજનક શબ્દ ટીંગુથી સંબોધિત કરતા વિવાદ સર્જાયો હતો.
ઉલ્લેખનીય છે કે, જલીલે ઔરંગાબાદથી મુંબઈ સુધી ત્રિરંગા સંવિધાન રેલીનું આયોજન કર્યું હતું. જેમાં લાખો લોકો એકઠા થયા હતા. આ રેલી રામગીરી મહારાજ અને નિતેશ રાણે સામે કાર્યવાહીની માંગ માટે યોજવામાં આવી હતી.

ઈમ્તિયાઝ જલીલે રેલીનું નેતૃત્વ કર્યું અને નીતિશ રાણે અને રામગીરી મહારાજના નિવેદનો પર સમુદાયમાં વિભાજનને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો હતો.
આ સાથે ઈમ્તિયાઝ જલીલે ચેતવણી આપી હતી કે, દેશમાં વિભાજનકારી સમાજ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેની ભારે કિંમત ચૂકવવી પડશે.
અત્રે નોંધનીય બાબત છે કે, AIMIM નેતાઓ અને સમર્થકો દ્વારા ઔરંગાબાદથી મુંબઈ સુધીની યાત્રા દરમિયાન અનેક અવરોધોનો સામનો કરવો પડ્યો હતો. પોલીસે મુલુંડ પાસે યાત્રાને અટકાવી હતી.
જ્યારે પોલીસ દ્વારા રેલીને અટકાવવામાં આવી, ત્યારે જલીલે ભીડને સંબોધતા પોલીસના વલણને પક્ષપાતી ગણાવ્યું હતું. ઈમ્તિયાઝ જલીલે જણાવ્યું હતું કે, પોલીસ નાકાબંધીને કારણે તે આગળ નહીં વધી શકે, પરંતુ પોલીસ તેમનો અવાજ દબાવી શકશે નહીં.
AIMIM महाराष्ट्र अध्यक्ष @imtiaz_jaleel की सरपरस्ती में गुस्ताख़-ए-रसूलﷺ के खिलाफ निकला काफिला कुछ ही देर में मुंबई पहुँचने वाला है। #ChaloMumbai pic.twitter.com/auc6TQRWTI
— AIMIM (@aimim_national) September 23, 2024












Click it and Unblock the Notifications
