MVA માં મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ચહેરા અંગે હજુ પણ ઘર્ષણ, શિવસેના યુબીટીએ કર્યો મોટો દાવો

maharashtra assembly election 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખો ટૂંક સમયમાં જાહેર થાય તેવી શક્યતા છે. આ વચ્ચે તમામ રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં જોડાઈ ગયા છે.

હાલ મહારાષ્ટ્રમાં વિરક્ષમાં રહેલી MVA એટલે કે મહાવિકાસ અઘાડીમાં મુખ્યમંત્રી ચહેરા પર સતત ઘર્ણય વધી રહ્યું છે.

શિવ સેના યુબીટી, એનસીપી અને કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીના ફેસ માટે દાવાઓ કરવામાં આવી રહ્યા છે. હાલ બેઠકો વહેચણી માટે રાજકીય પક્ષોમાં ખેંચતાણ જોવા મળી રહી છે.

વિપક્ષ મહા વિકાસ અઘાડી (MVA) દ્વારા મુખ્યમંત્રી પદ માટે દાવા કરવામાં આવ્યા છે. જ્યારે કોંગ્રેસ આ વખતે મુખ્યમંત્રી પદ માટે દાવો કરી શકે છે.

આ સાથે શિવસેના (UBT) નેતાઓનું વલણ સૂચવે છે કે, ગઠબંધન સત્તામાં આવ્યા બાદ ફક્ત ઉદ્ધવ ઠાકરે જ મુખ્યમંત્રી પદ માટે દાવેદાર તરીકે જોઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા બાળાસાહેબ થોરાટે જણાવ્યું હતું કે, આગામી મુખ્યમંત્રી કોંગ્રેસમાંથી જ હશે, અને તેમણે પણ આ બાબતે પોતાની મક્કમતા દર્શાવી હતી.

maharashtra assembly election 2024

જોકે, જ્યારે શિવસેના (UBT) તરફથી પ્રતિક્રિયા મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ત્યારે તેમણે જવાબ આપ્યો કે, MVAમાં મુખ્યમંત્રીનું પદ ઉદ્ધવ ઠાકરે માટે પહેલાથી જ રિઝર્વ છે.

શિવસેના (UBT)ના સાંસદ રાઉતે જણાવ્યું હતું કે, ગઠબંધનની અંદર એવી કોઈ ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી નથી કે, જે પાર્ટી વધુ સીટો મેળવશે તે જ પાર્ટીના મુખ્યમંત્રી બનશે. આ રીતે MVAમાં નિર્ણય લેવામાં આવશે નહીં.

શિવ સેના યુબીટીના નેતા સંજય રાઉતે જણાવ્યું હતું કે, થોરાટ કોંગ્રેસના મોટા નેતા છે અને શક્ય છે કે તેઓ અથવા અન્ય કોઈ નેતા મુખ્યમંત્રીનો ચહેરો બનવા માંગતા હોય, પરંતુ આ પાર્ટીએ જાહેર કરવું પડશે. જોકે, આવું થશે નહીં. કારણ કે, ત્યાં એક MVA ચહેરો હશે.

ઉલ્લેખનીય છે કે, 2019ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને શિવસેના વચ્ચે ગઠબંધન થયું હતું અને તે ચૂંટણી જીતી હતી, પરંતુ ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી બનવા માટે ભાજપ સાથે ગઠબંધન તોડી નાખ્યું હતું.

મુખ્યમંત્રી બનવા માટે કોંગ્રેસ અને એનસીપી સાથે હાથ મિલાવ્યા હતા. બાદમાં તેમની પાર્ટી પડી ભાંગી અને તેમણે પોતાની ખુરશી ગુમાવવી પડી હતી.

288 બેઠકોવાળી મહારાષ્ટ્ર વિધાનસભા માટે નવેમ્બરમાં ચૂંટણી યોજાવાની શક્યતા છે. હાલમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેના, ભાજપ અને એનસીપીની મહાગઠબંધન સરકાર સત્તામાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X