Maharashtra assembly Election 2024: અજીત પવારનો સાથ છોડીને શરદ પવાર સાથે જોડાશે રામરાજે નાઈક? પોતે કર્યો ખુલસો
Maharashtra assembly election 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024ની તારીખો ટૂંક સમયમાં જાહેર થાય તેવી શક્યતા છે. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.
ચૂંટણી પહેલા ઘણા ઉલટફેર જોવા મળી રહી છે. જેમાં એનસીપી પ્રમુખ અને નાયબ મુખ્યમંત્રી અજીત પવારને મોટો ફટકો પડી શકે છે. અજીત પવારના ખાસ માનવામાં આવતા રામરાજે નાઈક નિંબાલકર તેમનાથી નારાજ છે.
આ સાથે રામરાજે નાઈક નિંબાલકર વિશે એવી અટકળો છે કે, તેઓ શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માં જોડાવાનું વિચારી રહ્યા છે.
અહેવાલો અનુસાર, રામરાજે નાઈક નિંબાલકરે તાજેતરમાં ફલટનમાં તેમના સમર્થકો સાથે બેઠક યોજી હતી, જેમાં તેમણે શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)માં જોડાવાનો સંકેત આપ્યો હતો.
ફલટનમાં સભા દરમિયાન નિંબાલકરે તેમના સમર્થકોને પૂછ્યું કે, અમારું આગળનું પગલું શું હોવું જોઈએ? ભીડે શરદ પવારની NCP તરફ ઉત્સાહપૂર્વક જવાબ આપ્યો હતો.

આ દરમિયાન તેમણે મંચ પરથી રણજીત સિંહ નાઈકની ટીકા પણ કરી હતી. રામરાજે નાઈક નિંબાલકરે તેમના રાજકીય વલણ વિશે મીડિયા દ્વારા પૂછવામાં આવતા પ્રશ્નોની માહિતી પણ શેર કરી હતી.
રામરાજે નાઈક નિંબાલકરે જણાવ્યું હતું કે, ગઈકાલે કેટલીક ન્યૂઝ ચેનલોએ મારો સંપર્ક કર્યો અને પૂછ્યું કે, શું હું અજીત દાદાની છાવણી છોડી રહ્યો છું.
મને સમજાતું નહોતું કે શું જવાબ આપું. આ અંગે કોઈ ચર્ચા થઈ નથી, પરંતુ રાજ્યભરમાં અફવાઓ ફેલાઈ રહી છે, જે સંભવતઃ વિરોધીઓ દ્વારા ઉશ્કેરવામાં આવી રહી છે.
રામરાજે નાઈક નિંબાલકરે અનુમાન લગાવ્યું હતું કે, આ અફવાઓ કદાચ સૂચવે છે કે જો હું પક્ષ બદલીશ તો હું ભાજપના કમળના પ્રતીક પર વિધાનસભાની ચૂંટણી લડીશ. મને નથી લાગતું કે, હું જ્યાં જાઉં છું તેનાથી અજિત પવારને કોઈ ફરક પડે છે.












Click it and Unblock the Notifications
