Maharashtra Assembly Elections 2024: ભાજપનું મિશન મહારાષ્ટ્ર, મેદાનમાં ઉતાર્યા દિગ્ગજ નેતાઓ
Maharashtra Assembly Elections 2024: મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જે કારણે દરેક રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. દિગ્ગજ નેતાઓ મહારાષ્ટ્રમાં ધામા નાખીને રણનિતિ બનાવી રહ્યા છે.
આવામાં મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી પૂર્વ તૈયારીઓ માટે 13 બહારના નેતાઓની વિશાળ ફોજ મેદાનમાં ઉતારી દેવામાં આવી છે.
જેમાંથી મહારાષ્ટ્રની ચૂંટણીમાં અન્ય રાજ્યોમાંથી 6 સંગઠન મંત્રીઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, જ્યારે 7 વરિષ્ઠ અને અનુભવી પાર્ટી નેતાઓને પણ મહારાષ્ટ્રમાં મોકલવામાં આવ્યા છે.
આ દિગ્ગજ નેતાઓ અને સંગઠન મંત્રીઓને મહારાષ્ટ્રની દરેક વિધાનસભા બેઠક માટે નક્કર રણનીતિ બનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે.

સરળ ભાષામાં કહીએ, તો ભારતીય જનતા પાર્ટી દ્વારા મહારાષ્ટ્રમાં પોતાની સંપૂર્ણ સંગઠનાત્મક તાકાતનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
મહારાષ્ટ્રના તમામ 6 પ્રદેશોમાં બહારના રાજ્યોની 6 સંસ્થાઓના મહાસચિવોને કામગીરી સોંપવામાં આવી છે.
ભાજપે ગોવાના સંગઠન મહાસચિવ સતીશ ધોંડને મહારાષ્ટ્રના કોંકણ પ્રદેશનો હવાલો સોંપ્યો છે. જ્યારે ગુજરાતના સંગઠન મહામંત્રી રત્નાકરને ઉત્તર મહારાષ્ટ્રની જવાબદારી સોંપી છે.
આ ઉપરાંત તેલંગાણા સંગઠન મહાસચિવ ચંદ્રશેખરને મહારાષ્ટ્રના પૂર્વ વિદર્ભ ક્ષેત્રની જવાબદારી સોંપવામાં આવી છે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા આ સાથે મધ્ય પ્રદેશ સંગઠન મહાસચિવ હિતાનંદ શર્માને પશ્ચિમ વિદર્ભની જવાબદારી સોંપવામાં આવી છે.
આંધ્રપ્રદેશના સંગઠન મહાસચિવ મધુકરને મહારાષ્ટ્રના મરાઠવાડા બેલ્ટની જવાબદારી સોંપવામાં આવી છે.
આ ઉપરાંત મધ્યપ્રદેશ-છત્તીસગઢના પ્રાદેશિક સંગઠન મહાસચિવ અજય જામવાલને સમગ્ર પશ્ચિમ મહારાષ્ટ્ર પ્રદેશની જવાબદારી સોંપવામાં આવી છે.












Click it and Unblock the Notifications
