Maharashtra Elections 2024 : મહારાષ્ટ્રમાં કોને લાભ-કોને નુકસાન? જાણો શું કહે NCP નો સર્વે?
Maharashtra Assembly Election 2024 : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી ગમે ત્યારે જાહેર થઇ શકે છે. લોકસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન બાદ બીજેપી, અજીત પવાર અને શિંદેની શિવસેના વાળી મહાયુતિએ પુરી તાકાત લગાવી દીધી છે.
ચૂંટણીની જાહેરાત પહેલા ચૂંટણીમાં કઈ પાર્ટીને કેટલો લાભ થશે અને કેટલું નુકસાન એ તો મહારાષ્ટ્રમાં કરવામાં આવેલ તાજેતરના સર્વે ખુલાસો થયો છે.

લોકસભા ચૂંટણીમાં અજીત પવારની આગેવાની હેઠળની એનસીપીનું પ્રદર્શન અન્ય પાર્ટીઓની તુલનામાં સૌથી ખરાબ રહ્યું છે. આને ધ્યાનમાં રાખીને પાર્ટીએ વિધાનસભા ચૂંટણી પહેલા એક આંતરિક સર્વે કરાવ્યો છે.
આ સર્વેમાં જેમાં મહાયુતિ અને એનસીપી સારૂ પ્રદર્શન કરવા જઈ રહી હોવાના સંકેત મળ્યા છે. સર્વે અનુસાર, અજીત પવારની એનસીપી હાલ 23 સીટો જીતી શકે છે.
Mahayuti : વધારે મહેનતની જરૂર
અજીત પવારે જૂન 2023ના શરદ પવાર સાથે ગદ્દારી કરીને સાથ છોડી દીધો હતો અને તે પોતાના 40 વિધાનસભા સભ્યો સાથે અલગ થઈ ગયા હતા. આ વિધાનસભા ચૂંટણીમાં આ તમામ સભ્યોના જીતવાના શક્યતાઓ ખૂબ જ ઓછી જણાઈ રહી છે.
સર્વેમાં એનસીપીને 23 સીટો જીતવાની આગાહી કરવામાં આવી છે પરંતુ પાર્ટીને 16 એવી વિધાનસભા સીટો છે જ્યાં સૌથી વધારે મહેનત કરવાની જરૂર છે.
Maharashtra Election Survey : 70 સીટો પર સર્વે કરાયો
આ ઉપરાંત 31 એવી વિધાનસભા છે જ્યાં પાર્ટીના માટે સ્થિતિ અનુકૂળ નથી. આ 31 વિધાનસભા સીટોમાં 21 જગ્યાએ પાર્ટીને જીતવા માટે તેના સાથીઓની જરૂર રહેશે. આ 21 સીટો પર અજીત પવારના ઉમેદવારો ત્યારે જ જીતશે જ્યારે ભાજપ અને એકનાથ શિંદેની શિવસેના ના મત એનસીપીને મળશે.
10 અન્ય વિધાનસભાઓ એવી છે જ્યાં એનસિપીને પોતાના વિરોધીઓ સામે નબળી છે. અજીત પવારની એનસીપીએ 70 સીટો માગી છે અને એટલે જ પાર્ટીએ આ 70 સીટો પર સર્વે પણ કરાવ્યો છે. આ સર્વેના દ્વારા મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધનની સ્થિતિની પણ સમીક્ષા કરવામાં આવી છે.
Maha Vikas Aghadi : અગાઉના આંકડાઓ શું કહે છે?
સપ્તેમ્બરમાં એક સર્વે કરવામાં આવ્યો હતો. તે સર્વેમાં રાજ્યની 39.3 ટકા જનતા મહાયુતિના સમર્થનમાં હતી. જ્યારે ઓગસ્ટના સર્વેમાં આ આંકડો 37.01 ટકા હતો.
કોંગ્રેસ, શરદ પવારની એનસીપી અને શિવસેના (ઉદ્ધવ ગઠ) વિશે વાત કરીએ તો 42.43 ટકા જનતાએ MVAને સમર્થન આપ્યું હતું. જુલાઈમાં 34.68 ટકા જનતા મહાયુતિના સમર્થનમાં આવી હતી, જ્યારે MVAના સમર્થનમાં 43.2 ટકા લોકો હતા. આ સ્થિતીમાં બીજેપી અને સાથી પક્ષો માટે સ્થિતી કપરી છે.
સર્વેને લઈને એનસીપીના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે, પહેલા તેમને માત્ર 6 સીટોમાં બઢત મળી હતી પરંતુ હાલ આ આંકડો 23 સુધી પહોંચ્યો છે. તેમણે કહ્યું કે વિધાનસભાની ચૂંટણીમાં તેમની પાર્ટી 23 સીટોને સરળતાથી જીતી શકે છે, 16 સીટો પર વધુ મહેનત કરવાની જરૂર છે. તેમણે જણાવ્યું કે, શિવસેના અને ભાજપના સહકારથી તે બાકીના સીટો પણ જીતી શકે છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
