Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મહારાષ્ટ્રના ભાજપ અધ્યક્ષનું વિવાદિત નિવેદન, ‘હિંદુ બહુમત પ્રમાણે ચાલશે દેશ'

મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ અને રાજસ્વ મંત્રીએ એક વિવાદિત નિવેદન આપ્યુ છે. તેમના આ નિવેદન બાદ આના પર રાજકીય ઘમાસાણ થવાનું નક્કી માનવામાં આવી રહ્યુ છે.

મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ અને રાજસ્વ મંત્રીએ એક વિવાદિત નિવેદન આપ્યુ છે. તેમના આ નિવેદન બાદ આના પર રાજકીય ઘમાસાણ થવાનું નક્કી માનવામાં આવી રહ્યુ છે. ચંદ્રકાંત પાટિલે વિવાદિત નિવેદન આપતા કહ્યુ છે કે દેશ હિંદુ બહુમત અનુસાર ચાલશે. તેમણે આગળ કહ્યુ કે જો રાતના 12 વાગ્યા સુધી લોકો ગણેશ ઉત્સવ જોવા ઈચ્છે તો એવુ બની શકે છે કારણકે પ્રશાસનના લોકો પણ હિંદુ છે.

Chandrakant Patil

ચંદ્રકાંત પાટિલે 20 ઓગસ્ટના રોજ પૂણેમાં રાષ્ટ્રીય ગણેશ મહોત્સવના પુરસ્કાર વિતરણ સમારંભમાં આ નિવેદન આપ્યુ. તેમણે કહ્યુ કે આ દેશ હિંદુ બહુમત અનુસાર ચાલશે જેમ એ કહેશે. જો તે ઈચ્છે કે રાતે 12 વાગ્યા સુધી ગણેશ ઉત્સવ ચાલે તો તેમના માટે વ્યવસ્થા કરવામાં આવી શકે છે. તેમણે આગળ કહ્યુ કે પ્રશાસક પણ હિંદુ છે, તેઓ પણ ગણેશ ઉત્સવ મનાવવા માટે પોતાના પરિવારો સાથે બહાર જાય છે. એવી ભાવના ન હોવી જોઈએ કે પ્રશાસન માત્ર અમારા માટે સમસ્યા ઉભી કરવા માંગે છે.

ઉલ્લેખનીય છે કે તે હાલમાં જ અન્ય એક વિવાદમાં ફસાયા હતા. મહારાષ્ટ્રમાં પૂર પીડિતો સાથે વાત કરતા તે પોતાનું ભાન ભૂલી બેઠા. ચંદ્રકાંત પાટિલે પૂર પીડિતોને સંબોધિત કરતા કહ્યુ હતુ કે આ સ્થિતિમાં અમે સંપૂર્ણપણે તમારી સાથે છીએ પરંતુ તમારે સમજવુ પડશે કે ફરિયાદ કરવાનો કોઈ અર્થ નથી. ત્યારબાદ જ્યારે લોકોએ તેમની સામે ફરિયાદ કરવાનુ શરૂ કર્યુ તો તે ગુસ્સો કરવા લાગ્યા હતા. ત્યારબાદ તેમણે પહેલા ભીડને શાંત થવાનો ઈશારો કર્યો અને કહ્યુ કે ચૂપ રહો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X