Maharashtra : મહાયુતિ સરકારમાં ફરીથી બગાવત થશે? શિંદેને ગમતા મત્રાલય આપવાની બીજેપીએ ના પાડી દીધી

Maharashtra : મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકારમાં ફરીથી હંગામાની સ્થિતી સર્જાઈ છે. બીજેપીએ એકનાથ શિંદેને ગમતા મત્રાલય આપવા સાફ ઈન્કાર કરી દીધો હોવાના અહેવાલ છે.

સમાચારો પર વિશ્વાસ કરીએ તો બીજેપી મહારાષ્ટ્રમાં મંત્રાલયો મુદ્દે કોઈપણ પ્રકારની બાંધછોડ કરવા તૈયાર નથી. બીજી તરફ શિંદેને ગૃહમંત્રાલય લેવા મહત્વના મંત્રાલય જોઈએ છે તે વાત કોઈનાથી અજાણી નથી.

Maharashtra

સમાચારો અનુસાર, બીજેપીએ ગૃહ મંત્રાલય પોતાની પાસે રાખવાનો નિર્ણય કર્યો છે. જેને મહારાષ્ટ્રની સુરક્ષા વ્યવસ્થા પર મજબૂત પકડ જાળવી રાખવાની રણનીતિ તરીકે જોવામાં આવી રહ્યુ છે.

આ વિભાગ શિંદેની શિવસેનાને આપવામાં આવ્યો નથી. જ્યારે શિવસેના (શિંદે જૂથ)ને મહેસૂલ, શહેરી વિકાસ અને જાહેર બાંધકામ જેવા મહત્ત્વના વિભાગો ફાળવવામાં આવ્યા છે. એનસીપીના નાયબ મુખ્યમંત્રી અજિત પવારને નાણા અને આયોજન પોર્ટફોલિયો અપાયા છે.

ભાજપના એક વરિષ્ઠ નેતા અનુસાર, ગૃહ મંત્રાલય જાળવી રાખવાનો નિર્ણય રાષ્ટ્રીય સંકલન અને પાર્ટીની કેન્દ્રીય નીતિ અનુસાર લેવામાં આવ્યો છે.

બીજેપીએ મહાયુતિમાં સત્તાનું સંતુલન જાળવવા તેના ભાગીદારોની આકાંક્ષાઓને ધ્યાનમાં લીધી છે. અહેવાલો અનુસાર, બીજેપીના 18-20 મંત્રી હોઈ શકે છે, શિવસેના પાસે 12-14 અને NCP પાસે 9-11 મંત્રી આવી શકે છે. કેબિનેટમાં કુલ 30-35 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવે તેવી શક્યતા છે.

132 બેઠકોની મજબૂત જીતને કારણે બીજેપી મહત્વપૂર્ણ મંત્રાલયો જાળવી રાખે તેવી શક્યતા છે. જ્યારે શિવસેના અને એનસીપીને તેમના કદ પ્રમાણે વિભાગો આપવામાં આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X