Maharashtra Election 2024 : મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા શરદ પવારને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો
Maharashtra Assembly Election 2024 : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા શરદ પવાર અને તેમની પાર્ટી એનસીપીને મોટો ઝટકો લાગ્યો છે.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા અજીત પવારને સુપ્રીમ કોર્ટે મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે અજિત પવારને ચૂંટણી ચિન્હ ઘડિયાળનો ઉપયોગ કરતા રોકવાનો ઈન્કાર કર્યો છે.

એનસીપી (શરદ પવાર)એ 2 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને ચૂંટણી ચિન્હ ઘડિયાળના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરી હતી. હવે સુપ્રીમ કોર્ટે આ માંગણીનો અસ્વીકાર કર્યો છે અને અજીત પવારને રોકવાનો ઈન્કાર કર્યો છે.
ચૂંટણી પંચે અજિત પવારની એનસીપીને અસલી જાહેર કરી છે અને તેને પક્ષના ચિન્હ (ઘડિયાળ)નો ઉપયોગ કરવાનો અધિકાર આપ્યો છે.
કોર્ટમાં દલીલો દરમિયાન શરદ પવારના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, માર્ચમાં થયેલી સુનાવણીમાં કોર્ટે ચૂંટણી પંચને આદેશ આપ્યો હતો કે અમને પણ ચિહ્ન ફાળવવામાં આવે. અજિત પવારને કહેવામાં આવ્યું હતું કે ઘડિયાળનો મામલો હજુ કોર્ટમાં પેન્ડિંગ છે, તેઓએ શરદ પવારના ઘડિયાળના પ્રતીકને યોગ્ય રીતે અનુસર્યું નથી.
આના પર અજિત પવારના વકીલ બલબીર સિંહે કહ્યું કે, તેઓએ (શરદ પવાર જૂથ)એ લોકસભા ચૂંટણી વખતે પણ આ જ વાત કહી હતી. કોર્ટે ઘડિયાળનું પ્રતીક અમારી પાસે રહેવા દીધું છે. હવે આ સાંભળવામાં ન આવે.












Click it and Unblock the Notifications
