Maharashtra Election 2024 : ચૂંટણી પહેલા અજીત પવારની મોટી કાર્યવાહી, મોટા નેતાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા
Maharashtra Assembly Election 2024 : મહારાષ્ટ્રમાં ચૂંટણીની જાહેરાત સાથે જ નેતાઓના નવા નવા ગતકડા પણ શરૂ થઈ ગયા છે. હવે અજીત પવારે મોટા નેતાને પાર્ટીમાંથી બહાર કરી દીધા છે.
બીજેપીને લોકસભા ચૂંટણીમાં મોટી હાર અપાવવાનો આરોપ સહન કરી રહેલા અજીત પવારે મોટી કાર્યવાહી કરતા એમએલસી સતીશ ચૌહારણને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે. તેમને પાર્ટીમાંથી 6 વર્ષ માટે બહાર કરાયા છે.

મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં ઔરંગાબાદ શિક્ષક મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા સતીશ ચૌહાણને તેમની એક ભુલ માટે ચૂંટણી પહેલા જ પરિણામ ભોગવવાનો વારો આવ્યો છે.
જમાણી દઈએ કે, મહારાષ્ટ્ર ચૂંટણીની જાહેરાત બાદ NCP અજિત પવાર જૂથના ધારાસભ્ય સતીશ ચૌહાણ શરદ પવારને મળવા ગયા હતા. જે બાદ અજિત પવારની એનસીપીએ ચૂંટણી પહેલા તેમની સામે મોટી કાર્યવાહી કરી છે.
પાર્ટીએ પક્ષની છબી ખરાબ કરતી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપ લગાવીને તેમને સસ્પેન્ડ કર્યા છે. એનસીપીના પ્રદેશ અધ્યક્ષ સુનીલ તટકરેએ તેમના પર પાર્ટી અને સત્તાધારી ગઠબંધન મહાયુતિની છબીને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. સુનીલ તટકરેએ કહ્યું કે, સતીશ ચૌહાણ પાર્ટી અને મહાયુતિની છબીને નુકસાન પહોંચાડી રહ્યા છે.
જણાવી દઈએ કે સતીશ તે નેતાઓમાંના એક હતા જેમણે અજિત પવાર સાથે મળીને શરદ પવાર સામે બળવો કર્યો અને ભાજપ સાથે હાથ મિલાવી મહારાષ્ટ્રની મહાયુતિ ગઠબંધન સરકારમાં સામેલ થયા હતા.












Click it and Unblock the Notifications
