Maharashtra Election 2024 : મહારાષ્ટ્ર-ઝારખંડમાં ચૂંટણીને લઈને મોટુ અપડેટ, આ તારીખે યોજાઈ શકે છે મતદાન
Maharashtra Assembly Election 2024 : હરિયાણા અને જમ્મુ કાશ્મીરની વિધાનસભા ચૂંટણીઓ પુરી થયા બાદ ઈલેક્શન કમિશને મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે.
સમાચારો અનુસાર, ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયા આ મહિનામાં જ ચૂૂંટણીની જાહેરાત કરી શકે છે. બે રાજ્યો સાથે સાથે ઉત્તર પ્રદેશ અને વાયનાડમાં પેટા ચૂંટણી પણ યોજાઈ શકે છે.

ઈલેક્શન કમિશનના સુત્રો અનુસાર, મહારાષ્ટ્રમાં વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બર સુધીમાં પૂર્ણ થશે. ચૂંટણી માટે લગભગ ચાલીસ દિવસનો સમય આપવામાં આવશે. માનવામાં આવે છે કે અહીં 26 નવેમ્બર પહેલા ચૂંટણી યોજવામાં આવશે. તેથી જ ચૂંટણીની તારીખો પણ ટૂંક સમયમાં જાહેર કરાશે.
ચૂંટણી પંચ મહારાષ્ટ્ર અને ઝારખંડની સાથે ઉત્તર પ્રદેશ અને વાયનાડમાં યોજાનારી પેટાચૂંટણીની તારીખો પણ જાહેર કરી શકે છે. કેન્દ્રીય ચૂંટણી પંચે હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં યોજાનારી ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી તે સમયે કહ્યું હતું કે ઘણા રાજ્યોમાં કુદરતી આફત છે, જેના કારણે પેટાચૂંટણીની તારીખ હજુ જાહેર કરી શકાય નહીં. સ્થિતિ સામાન્ય થતાં જ ચૂંટણીની તારીખ નક્કી કરવામાં આવશે.
આ સ્થિતિમાં ચૂંટણી પંચ આગામી દિવસોમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની સાથે પેટા ચૂંટણીની તારીખો પણ જાહેર કરે તેવી શક્યતા છે.
ઝારખંડમાં વિધાનસભાનો કાર્યકાળ 5 જાન્યુઆરી 2025ના રોજ પૂર્ણ થાય છે. આ સ્થિતિમાં ઝારખંડમાં ચૂંટણીની તારીખ લંબાવવામાં આવે તેવી શક્યતા છે. સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ચૂંટણી પંચ જે સીટો પર પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે તે તમામ સીટો પર એક સાથે ચૂંટણી કરાવી શકે છે.












Click it and Unblock the Notifications
